એશિયાખંડની સૌથી મોટી તીર્થયાત્રાના 4000 વડીલો ખોડલધામ પહોંચ્યા, ધ્વજારોહણ અને 4 હજાર જેટલા દિવડાની આરતી ઉતારી | 4000 elders of the largest pilgrimage of Asia continent reached Khodaldham, hoisted the flag and performed aarti of about 4 thousand lights.

Spread the love

ગોંડલ4 કલાક પહેલા

  • કૉપી લિંક

ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 4000 વડીલોની એશિયાખંડની સૌથી મોટી અને ઐતિહાસિક સામુહિક તીર્થયાત્રા ગત તા.28થી 30 જુલાઇ દરમિયાન દ્વારકા, સોમનાથ અને ખોડલધામ કાગવડની આ તીર્થયાત્રા યોજવામાં આવી છે. આજે કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આ યાત્રા પહોંચી છે. બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત આ તીર્થયાત્રામાં 60 વર્ષથી વધુ ઉંમરનાં 4000 વડીલો જોડાયા છે. 115 લક્ઝરી બસો તેમજ 200થી વધુ ગાડીઓનો કાફલા સાથે આવી પહોંચી છે.

ખોડલધામ કેમ્પસ માઁ ખોડલના નાદથી ગુંજી ઉઠ્યું
કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે પણ આટલી મોટી સંખ્યામાં સૌ પ્રથમવાર યાત્રા આવી પહોંચતા કેમ્પસ માઁ ખોડલના નાદથી ગુંજી ઉઠ્યું હતું. એકી સાથે વડીલોએ માઁ ખોડલના દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ ધ્વજારોહણ કર્યું હતું અને 4000 જેટલા દિવડા વડીલોએ હાથમાં રાખીને માતાજીની આરતી ઉતારી હતી.

વરસાદી વાતાવરણમાં વડીલોએ છત્રીનો સહારો લીધો
વરસાદી વાતાવરણમાં સૌ વડીલોએ ધ્વજારોહણ દરમિયાન પણ રાસ ગરબા લીધા હતા. મોટા ભાગના વડીલો વરસાદી વાતાવરણને લઈને છત્રી અને રેઇનકોર્ટમાં દેખાયા હતા. ખોડલધામ મંદિરના પરીસરમાં જ જાણે કોઈ ઉત્સવ હોઈ તેવો માહોલ સર્જાયો હતો.

ખોડલધામ મંદિર ખાતે સ્વયંસેવક ખડેપગે રાખવામાં આવ્યા
બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 4000 જેટલા વડીલો આજે ખોડલધામ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી ગોપાલ રૂપાપરા દ્વારા ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ RMCના કમિશ્નર આનંદ કુમાર પટેલ, પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એકસાથે 4000 જેટલા વડીલો માઁ ખોડલને ધજા ચડાવીને પ્રસાદ લેશે. વડીલોને કોઈ અગવડતા ના પડે તેને લઈને ખોડલધામ ટ્રસ્ટ દ્વારા 200 જેટલા સ્વયંસેવકો ખડેપગે રાખવામાં આવ્યા છે.

યુનિફોર્મથી સજજ વોકીટોકી સાથે 300 યુવકો અને 250 મહિલા સ્વયંસેવકો જોડાયા
તીર્થયાત્રાના આયોજન અંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ઉત્તર ગુજરાત ઝોન કન્વીનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, યાત્રામાં 60 વર્ષથી મોટી ઉંમરનાં 4000 વડીલો જોડાયા છે. જેમાં 75 વર્ષના 1000 અને 108 વર્ષના 12 વડીલો છે. યાત્રા પાછળ 1 કરોડને 80 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. તમામ યાત્રિકોનો રૂ. 5 લાખનો વીમો લીધો છે. દરેક લક્ઝરી બસમાં પ્રાથમિક સારવાર માટેની મેડિકલ કિટ સાથે 5-5 સ્વયંસેવક હતા. વિવિધ રોગના 15 નિષ્ણાંત ડોક્ટરોની ટીમ બે આઈસીયુ મેડિકલ એમ્બ્યુલન્સ સાથે છે. અશક્ત અને દિવ્યાંગ વડીલો માટે 300 વ્હીલચેર, 15 મિકેનિકોની ટીમ, યુનિફોર્મથી સજજ વોકીટોકી સાથે 300 યુવકો અને 250 મહિલા સ્વયંસેવકો જોડાયા છે.

તીર્થયાત્રા એકસાથે ત્રણ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું
1400 કિલોમીટરની સામુહિક સિનિયર સિટીઝન તીર્થયાત્રા એશિયાખંડની સૌથી મોટી અને ઐતિહાસિક હોવાથી આયોજક બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના એવોર્ડથી દ્વારકા ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *