ઉના શહેરના રહેણાંક મકાનમાંથી સાપને પકડી સલામત સ્થળે ખસેડ્યો, મકાન માલિકે રાહતનો શ્વાસ લીધો | After catching the snake from a residential house in Una city and shifting it to safety, the house owner breathed a sigh of relief

Spread the love

ઉના6 કલાક પહેલા

  • કૉપી લિંક

ઉના શહેરના રામનગર ખારા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનના નળીયા ઉપર ઝેરી કોબ્રા સાપ નિકળતા અફડા તડફી મચી જવા પામી હતી. મકાન માલીકે તાત્કાલીક સાપ પકડનારને બોલાવી ડબ્બામાં પુરી દૂર સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

ઉના શહેરના રામનગર ખારા વિસ્તારમાં રહેતા નરેશ બાબુભાઇ વાજાના રહેણાંક મકાન નળીયાવાળા હોય જેમાં અચાનક ઝેરી કોબ્રા સાપ અંદર ઘૂસી જઇ અને મકાનના છત પર રહેલા નળીયામાં પહોંચી ગયો હતો. ઘર માલિકને આ સાપ નજરે પડતાં ગભરાઇ ગયા હતા અને તાત્કાલીક સાપ પકડનાર અશોકભાઇને જાણ કરતા તેવો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

ઝેરી કોબ્રા સાપને પકડવા મકાન ઉપર ચડી નળીયામાં અંદર બેઠેલા સાપને મહામુસીબતે કલાકની જહેમત બાદ મકાન ઉપર જ પકડી લીધો હતો અને પ્લાસ્ટીકના ડબ્બામાં પુરી સલામત સ્થળે મુક્ત કરતા મકાન માલીક તેમજ આજુબાજુના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *