અમરેલી7 મિનિટ પહેલા
- કૉપી લિંક
- નાના આંકડિયામાં આધાર કેન્દ્રની ફાળવણી કરતા લોકોનું કામ સરળ થયું
અમરેલી જિલ્લામાં ઈ- ગ્રામ યોજના થકી પંચાયતોમાં લોકોને ઘર આંગણે વિવિધ સુવિધાઓ મળી રહી છે. અમરેલીના નાના આંકડિયા ગામે ઈ- ગ્રામ હેઠળ નાગરિકોને 17 પ્રકારની અરજીઓના કામકાજ નજીવા દરે કરી આપવામાં આવે છે. જેના કારણે લોકો જિલ્લા કે તાલુકા મથકના બદલે ઘર આંગણે જ વિવિધ કામગીરી કરી શકે છે. ઈ- ગ્રામની આ આદર્શ કામગીરી કરી રહેલા નાના આંકડિયાને પંચાયત વિભાગની યોજના હેઠળ આધાર સેવા કેન્દ્ર પણ મળ્યું છે. જેનો લાભ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો લઈ રહ્યા છે.
અમરેલી તાલુકાના 72 ગામમાંથી પ્રથમ નાના આંકડિયામાં આધાર કેન્દ્ર શરૂ થયું છે. ગામના વીસીઈ મારફત નિશુલ્ક મની ટ્રાન્સફરની સુવિધા છે. જેમાં અત્યાર સુધી 50 લાખ સુધીનો વ્યવહાર થયો છે. અહીંના સરપંચ દામજીભાઈ જાવીયાએ જણાવ્યું હતું કે ઈ-ગ્રામ હેઠળ 7-12, 8-અ, ઝેરોક્ષ અને કલર ઝેરોક્ષ, આધારકાર્ડ માટે અરજી, આધારકાર્ડ સુધારણા, લેમિનેશન, પાનકાર્ડની અરજી અને તેમાં સુધારણા, રેશનકાર્ડની કામગીરી, આવકનો દાખલો, મની ટ્રાન્સફર, જન્મ અને મરણના દાખલા, ઈ-શ્રમકાર્ડ, મોબાઈલ રિચાર્જ, વિદ્યાર્થી શિષ્યવૃત્તિ ફોર્મ, ઈ-ગ્રામ પોર્ટલ દ્વારા બીટુસી વ્યવહાર, ખેડૂત સહાય ફોર્મ, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ટાઈપીંગ, આઈ-ખેડૂત પોર્ટલની અરજીઓ, સમાજ કલ્યાણની વિવિધ સહાયો માટેની અરજીઓ, વીજળીના બીલ ભરી આપવા સહિતની અનેક કામગીરી થાય છે.
નાના આંકડિયામાં 3100ની વસ્તી વસવાટ કરે છે. ઈ – ગ્રામ પોર્ટલ દ્વારા બીટુસી ટ્રાન્ઝેકશનની કામગીરી થાત તે કામગીરી અવ્વલ રહ્યું છે. ગામના તલાટી મંત્રી કપિલભાઈ મકવાણા અને વીસીઈ દર્શિતભાઈ કાથરોટીયા વિવિધ યોજના લોકો સુધી પહોંચાડવામાં પ્રયત્નશીલ છે. દર્શિતભાઈ કાથરોટીયાએ જણાવ્યું હતું કે ગામની કામગીરીના આધારે અમને તાલુકામાં સૌ પ્રથમ પંચાયત સ્તરને આધાર કેન્દ્ર મળ્યું છે. આ ઉપરાંત અમે મની ટ્રાન્સફરની નિ: શુલ્ક સેવાઓ લોકોને આપવામાં આવે છે.
અડધી રાત્રે પણ જરૂરી કામ થઈ જાય છે
પંચાયત ખાતે તમામ સુવિધાઓ મળે છે. ઘણીવાર અડધી રાત્રે પણ જરૂરી કામ થઈ ગયું હોવાના દાખલાઓ છે. ગ્રામજનો માટે આ સુવિધા આશીર્વાદ સમાન છે.> કનુભાઈ ડોબરીયા, નાના આંકડિયાના ખેડૂત
લાંબી લાઈનમાંથી છુટકારો મળ્યો
જુદા જુદા પ્રકારના કામ માટે અમરેલી આવવા- જવાનો સમય બચે છે. ઉપરાંત લાંબી લાઈનોમાંથી ઉભા રહેવામાંથી છુટકારો મળ્યો છે. અને ધકક્કામાંથી મુક્તી મળી છે.> હસમુખભાઈ વામજા, નાના આંકડિયાના સ્થાનિક
.