ભાવનગર38 મિનિટ પહેલા
- કૉપી લિંક
સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ વખત સાંસ્કૃતિક કલા જગતની બેજોડ અને અનોખી રજૂઆત લઈને કલાકારોનો વિશાળ કાફલો ઈસ્કોન કલબના આંગણે આવ્યો છે. આ કલાકારો દ્વારા શનિ-રવિ બે દિવસ ભાવેણાની જનતા માટે એક અદ્દભુત પરફોર્મન્સ કર્યું હતું.
ભાવેણાના આંગણે હંમેશા કંઈક અલગ અને જાજરમાન નઝરાણુ આપવા માટે કટિબદ્ધ એવાં ઈસ્કોન કલબ ભાવનગર દ્વારા એક નવા જ પ્રકારની સાંસ્કૃતિક રંગમંચની કૃતિ લાવ્યાં છે, સોશ્યિલ મીડિયા જેવા કે યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતની એપ પર મિમિક્રી થઈને માઈન્ડ મોટિવેશન, ગરબા સહિતની અનેક રજૂઆતો કરતાં ખ્યાતનામ કલાકારોનો વિશાળ કાફલો એક મંચ પર આવ્યો છે.
આ કલાકારોમાં જાણીતા એવાં પારૂલ-ગુરૂ ની જોડી જસ્સીદાદી, પરપોટો સહિત અનેક બેનમૂન કલાકારો કલાના ઓઝસ પાથરી રહ્યાં છે, 24 કલાકારો એક સાથે અલગ અલગ રજૂઆતો માટે એક જ સ્ટેજ પર આવતા હોય એવી આ કદાચ પ્રથમ ઘટના હશે.
આ અંગે માહિતી આપતા ઈસ્કોન કલબના આનંદ ઠક્કરે જણાવ્યું હતું કે, કોવિડના કપરાં કાળ બાદ લોકોની આમ જિદંગી વધુ સંઘર્ષ પૂર્ણ બની છે, ત્યારે લોકોની રોજબરોજની લાઈફમાં કેટલોક સમય કાઢી આવા લોકોને હળવાફૂલ રાખવા માટે આ નવતર પ્રયત્ન કર્યો છે. 24 કલાકારોએ એક પણ પૈસો લીધા વિના પોતાની કલા પિયસી રહ્યાં છે, આ રજૂઆતમાં દુહા, છંદ, માર્મિક, ટકોર પર્યાવરણ, દેશભક્તિ, હાસ્યરસ વિરરસ સહિત અનેક મુદ્દાઓ સમાવી લેવાયા છે, શનિ-રવિ બે દિવસના આ પ્રોગ્રામમાં ગુજરાતીઓની આગવી ઓળખ એવાં ગરબાના તાલે પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા હતા,