- Gujarati News
- Local
- Gujarat
- Sabarkantha
- A Complaint Was Registered Against 9 Injured, 29 Face to face In A Group Clash Regarding Hiring A Man To Work In Kalyanpura Dudh Mandali Of Eider Taluka.
સાબરકાંઠા (હિંમતનગર)44 મિનિટ પહેલા
- કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લાના ઈડરના કલ્યાણપુરામાં દૂધ મંડળીની સામાન્ય સભા દરમિયાન નોકરી માટે માણસ રાખવા મામલે બે જૂથ વચ્ચે સામસામે બોલાચાલી થતાં બુધવારે મામલો બિચક્યો હતો. સવારના સમયે દૂધ મંડળી ખાતે ઠાકોર સમાજ તેમજ રબારી સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં 9થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. સામસામે 29 સામે જાદર પોલીસ મથકમાં ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાને લઈને ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ઇડર તાલુકાના કલ્યાણપુરા ગામની દૂધ સેવા સહકારી મંડળી ખાતે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં દૂધ મંડળીમાં ફરજ બજાવા ટેસ્ટર, સેક્રેટરી તેમજ ક્લાર્કને છૂટા કરવામાં આવ્યા હતા. જેમાં ગ્રામજનોની સહમતીથી ત્રણ કર્મચારીઓને દૂધ મંડળીના વિવિધ હોદ્દા પરથી દૂર કરાયા બાદ બે નવા કર્મચારીને ફરજ પર રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો હતો. ત્યારે ગામમાં મળેલી સાધારણ સભામાં ગ્રામજનોની સહમતી લેવામાં આવી હતી. જોકે તે દરમિયાન દૂધ મંડળીમાં દૂધ ભરાવવા આવેલા રબારી અને ઠાકોર સમાજ વચ્ચે નોકરી માટે માણસ રાખવાના મામલે બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ઠાકોર તેમજ રબારી સમાજ વચ્ચે છુટા હાથની મારામારી થઇ હતી. જેમાં 9 લોકોને ઇજાઓ થઇ હતી.

ઠાકોર સમાજના લોકોએ માગ કરી હતી કે ડેરીમાં અગાઉ ત્રણ કર્મચારી હતા. ત્યારે નવા ત્રણ કર્મચારીઓની ભરતી કરવામાં આવેલા કુલ ત્રણ કર્મચારીઓને ટેસ્ટર, સેક્રેટરી તેમજ ક્લાર્ક તરીકેની જવાબદારી સોંપવી જોઈએ જેની સામે બંને પક્ષો વચ્ચે સવારે દુધ ભરાવ્યા બાદ બોલાચાલી થઈ હતી. જૂથ અથડામણમાં 9થી વધુ લોકોને માથાના તેમજ શરીરે ઇજાઓ થતાં સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ જાદર પોલીસને થતાં જાદર પોલીસ તેમજ ઇડર પોલીસનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જાદર પોલીસ સ્ટેશનમાં જયરામ બાબરભાઈ રબારીની ફરિયાદ આધારે 16 સામે અને મોતી ધુળાભાઈ ઠાકરડાની ફરિયાદના આધારે 13 સામે મળી સામસામે 29 સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

ઘાયલ ઇજાગ્રસ્તોની યાદી
- રામસિંગ પ્રભાતભાઈ રબારી
- કેતન રામસીંગભાઈ રબારી
- સાગર વેરસીંહભાઈ રબારી
- જયરામ બાબરાભાઈ રબારી
- મોતી ધુળાભાઈ ઠાકોર
- અજય મોતીભાઈ ઠાકોર
- રોહિત મોતીભાઈ ઠાકોર
- કેતન મોતીભાઈ ઠાકોર
- મેલાજી ગોબરામ ઠાકોર






