અમદાવાદ8 કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં યોજાઈ હતી. માર્ચ મહિનાની પરીક્ષામા જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, તે વિદ્યાર્થીઓની જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. 2 દિવસ અગાઉ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું હતું, ગઈકાલે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું ત્યારે હવે આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.
આવતીકાલે સવારે ધોરણ-10નું રિઝલ્ટ જાહેર
બોર્ડના પરિણામની જેમ જ પૂરક પરીક્ષાની પરિણામ બોર્ડની વેબસાઈટ પર આવતીકાલે સવાર જાહેર કરવામાં આવશે. ધોરણ-10 અને 12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી, જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. 10 જુલાઈથી પૂરક પરીક્ષા શરૂ થઈ હતી. પૂરક પરીક્ષાના 15 દિવસમાં પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. પરિણામ જાહેર થતાં પાસ થનાર વિદ્યાર્થીઓના આગળ અભ્યાસ કરી શકશે. પરિણામ આવ્યા બાદ એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓને માર્કશીટ પણ સ્કૂલમાંથી આપવામાં આવશે.
.