આલમપુરની જમીન પચાવી પાડવા ફુઆની નવી પત્નીના દીકરાએ ખોટી વારસાઇ કરાવી | Fua’s new wife’s son made a false inheritance to usurp the land of Alampur

Spread the love

ગાંધીનગર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • કઠવાડાના આધેડે ખોટું પેઢીનામું બનાવી બીએસએફમાં ગયેલી જમીનના 22.50 લાખ લઇ લીધા

આલમપુર ગામમાં જમીનોના ભાવ આકાશે પહોંચી રહ્યા છે. તે ઉપરાંત હજુ પણ જમીનોની લે-વેચ વધુ પ્રમાણમાં આ વિસ્તારમાં થઇ રહી છે. જેથી જમીનોને હડપ કરવા ભુમાફિયાઓનો સતત ડોળો ફરકતો હોય છે. આલમપુર ગામમાં આવેલી જમીનમાં ખોટુ પેઢીનામુ બનાવી હડપ કરવાનુ કારસ્તાન કરાયુ છે. કઠવાડાના ફૂવાના નવા પત્નીના દિકરાએ ખોટુ પેઢીનામુ રજુ કરી બીએસએફ અને માર્કેટયાર્ડની જમીનમાં 22.50 લાખ રુપિયા પણ લઇ લીધા હતા. જેને લઇને બે લોકો સામે ચિલોડા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આલમપુર ગામમાં રહેતા 42 વર્ષિય વિષ્ણુભાઇ જશુભાઇ પટેલએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, અમે પાંચ ભાઈઓ હતા, જેમાં બે ભાઈઓ મૃત્યુ પામ્યા છે. જ્યારે તેમના ફોઈ લલીબેનને કઠવાડા ગામે ભલાભાઇ ઇશ્વરભાઈની સાથે પરણાવેલ હતા. તેમને એક દીકરી શોભનાબેન તથા એક દિકરો રામાભાઇ હતો. જેમાં રામાભાઇ મૃત્યુ પામ્યા છે તેમને એક દિકરો જય છે. ગામની સીમના બ્લોક સર્વે નંબર 248 જુનો સર્વે નંબર 335 માં વડીલોપાર્જિત જમીન આવેલી છે. જે જમીનમાં તેમના પિતાના અવસાન પછી વિષ્ણુભાઈનું નામ હતું.

જેમા કઠવાડામાં રહેતા તેમના ફુવા લલીબેનના પતિ ભલાભાઇ ઇશ્વરભાઇ પટેલને બીજી એક પત્ની કંચનબેન હતા. જેનાંથી ફુવા ભલાભાઈનો દીકરો રણછોડભાઈ છે. જો કે સમય જતાં ફોઈ ફુવા તેમજ કંચનબેન પણ મૃત્યુ પામતા તેનો લાભ લઇ રણછોડભાઇ ભલાભાઇ પટેલએ લલીબેનના દીકરા ન હોવા છતાં આલમપુર ગામની વડીલો પાર્જીત જમીન પચાવી હડપ કરવા માટે કઠવાડા ગ્રામ પંચાયતમાં તલાટી પાસે ખોટુ પેઢીનામુ બનાવી વારસદાર હોવાનું સોગંધનામું કર્યું હતું.

ખોટા પેઢીનામામાં સાક્ષી તરીકે નટવરભાઇ જીવાભાઇ પટેલ તથા કંચનબેન બાબુભાઇ પટેલે (બન્ને રહે કઠવાડા) સહીઓ કરી હતી. જો કે પંચ કંચનબેન પણ થોડાક સમય પહેલાં મરણ ગયા હતા. બાદમાં ખોટા પેઢીનામા આધારે આલમપુર ગામની જમીનમાં રણછોડ પટેલે વારસાઈ નોંધ કરાવી ખોટા વારસદાર બની હક્ક ઊભો કર્યો હતો. ત્યારબાદ બીએસએફની અંદર ગયેલી સર્વ નંબર 133 ( જુ.સ.નં. 156)ની જમીન હક્ક દાવો કર્યો હતો અને રુપિયા લીધા હતા.

ગામના પ્રવેશદ્વારે આવેલી શાકમાર્કેટની સરવે નંબર 228 (જુ.સ.ની 308) જમીનમાંથી પણ ખોટા ભાગીદાર બની ટુકડે ટુકડે 15 લાખ રોકડા તથા ચેકથી રૂ. 7.50 લાખ લઈ લીધા હતા. વિષ્ણુભાઈની વડીલો પાર્જીત જમીનમાં તેમના ફોઈ લલીબેનની પીયરપક્ષ તરીકે ખોટી વારસાઇ કરાવી બી.એસ.એફ.માં જમીન ગયેલ તેના પૈસાની અંદર ભાગ પડાવવા ખોટા દાવાઓ કરવામાં આવતાં હોવાથી રણછોડ પટેલ અને નટવર જીવાભાઈ પટેલ વિરુદ્ધ કલેક્ટરમાં અરજી કરાઈ હતી. જેનાં પગલે સીટની તપાસના અંતે ચિલોડા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જમીનોના ભાવ વધતા છેતરપિંડીના બનાવો વધ્યા
ગાંધીનગર આસપાસમાં જમીના ભાવ આસામાને પહોંચી રહ્યા છે. જેથી પરિવારજનો સાથે જ છેતરપિંડી કરવામાં આવી રહી છે. સગા સબંધીઓ રુપિયા લેવા માટે ભાગ છોડવા તૈયાર થતા નથી, જ્યારે ખોટા દાવાઓ કરવામાં આવે છે. પરિણામ. આ પ્રકારના કેસમાં વધારો થઇ રહ્યો છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *