- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Accused Parth Parikh’s Mother Said ‘That Man Was Drunk, He Was Saying That If He Survives Today, He Will Not Let Him Escape Tomorrow’.
વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક
વડોદરામાં ભાજપના કાર્યકર સચિન ઠકકર અને પ્રીતેશ ઠકકર અને પાર્થ બાબુલ પરીખ વચ્ચે અગાઉ થયેલી બબાલનો ખૂની પડઘો પડ્યો હતો. જેમાં સચિન ઠક્કરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પાર્થ બાબુલ પરીખ તથા અન્ય બેની ધરપકડ કરવામાં આવી છે. આજે સમગ્ર મામલે પોતાનો પક્ષ મુકવા માટે આરોપી પાર્થ પરીખના માતા આશાબેન પરીખ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે એક તરફે પોતાનો પક્ષ મુક્યો હતો અને મીડિયાના જવાબો આપવાનું ટાળ્યું હતું.
પહેલા શું ઘટના બની હતી તે મારે કહેવી છેઃ આશાબેન પરીખ
આશાબેન પરીખ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે, મારું નામ આશા પરીખ છે અને હું પાર્થની માતા છું. છેલ્લા અઠવાડિયાથી જે ચાલી રહ્યું છે તેના અનુસંધાનમાં મારે ચોખવટ કરવી છે. જે બન્યું છે તેના પહેલા શું ઘટના બની છે તે મારે કહેવું છે અને તે માટે જ મેં તમને બોલાવ્યા છે. કારણ કે, મારે મારી સાઈડ ક્લીઅર કરવી હતી. જે બનાવ બન્યો છે તે દિવસ પહેલાની વાત કરું તો 9મી તારીખે અહીંયા ટોપરાની લેબ પાસે ખોટી રીતે પાર્કિંગમાં ગાડી ઉભી હતી. અમને એ ભાઈનું આજની તારીખે પણ નામ યાદ નથી. તેની સાથે પાર્થની બોલાચાલી થઈ હતી. ત્યાર પછી પોલીસ કેસ થયો, પાર્થ પણ પોલીસ સ્ટેશન ગયો હતો. અમે એવું સમજ્યા હતા કે, આ બધું સમાધાન થઈ ગયું છે, એટલે એ વસ્તુ ભુલાઈ ગઈ હતી.

જમણેથી આશા પરીખ.
‘સાંજે 8 વાગ્યે 4-5 જણ મોટર સાયકલ પર આવ્યા’
વધુમાં આશાબેન પરીખે જણાવ્યું કે, 25 જુલાઈ રોજના ફરીથી કેમ જાગ્યું અને કોણ લોકો હતા તે મને નથી ખબર. હું બપોરે અઢી વાગ્યાથી ઘરમાં ન હતી. મારી સાથે એક છોકરો લક્ષ્મણ રહે છે. તેણે મને ફોન કર્યો કે, બેન તમે અહીંયા ન આવશો. અહીં ઘણા લોકો સ્કૂટર અને મોટર સાયકલ લઈને ફરી રહ્યા છે. સાંજે 8 વાગ્યે 4-5 જણ આવ્યા. સ્કુટરોને બધું ગ્રાઉન્ડ પર પાર્ક હશે. તેમણે મારા માણસને પૂછ્યું કે, પાર્થ પરીખ ક્યાં રહે છે? તેના મમ્મીનું નામ શું? તેઓ કલાક એક અહીંયા હતા. મેં સાડા આઠે ફોન કર્યો અને પૂછ્યું કે, કેવું શાંતિ છે ને? તેણે મને કહ્યું હા શાંતિ છે.

સચિન ઠક્કર અને તેના માણસો આશા પારેખના ઘરે ગયા ત્યારના સીસીટીવી.
‘ચિક્કાર પીધેલા માણસોએ ભયંકર ગાળો દીધી’
દરમિયાન માણસો મારા દાદર પર ચઢી ગયા, જેનું ફૂટેજ મારી પાસે છે. તેઓ આવ્યા, નીચેના માણસને ધમકાવ્યો, તેઓ ક્યાં રહે છે લઈ જા તેમ કહ્યું, મને બતાવ તેમનું ઘર. તે ચિક્કાર પીધેલો જ છે. તમે જોઈ શકશો. ઘરે આવીને બેલ માર્યા, હું હતી નહીં પછી તેઓ નીચે જતા રહ્યા. નીચે ગયા પછી હું પોણા દસ વાગ્યે જમીને આવી. હું ઘરે આવી તો લક્ષ્મણએ મને કહ્યું કે મને બે લાફા માર્યા છે અને કહ્યું કે, જે કોઈ ઉપર હોય તેને નીચે લઈ આવ. લક્ષ્મણએ કહ્યું કે, મારા બેન એકલા છે. તે નીચે નહિ આવે, પછી મેં લક્ષ્મણને ઉપર જ રાખ્યો. પછી 10 મિનિટ બાદ સખત ગાળાગાળી થવા લાગી, બે ત્રણ સ્કૂટર જવા લાગ્યા. મેં ત્રણ જણને જોયા. ચિક્કાર પીધેલો માણસ એટલું ગંદુ બોલતો હતો કે કાનના કીડા ખરી પડે. તેણે ભયંકર ગાળો દીધી, કહ્યું કે, તારા છોકરાને બેસાડી રાખ્યો છે, તારા ખોળામાં, તું મોકલ નીચે, હું તેને સમજણ પાડું, તે આજે બચી જશે તો કાલે નહીં બચવા દઉં તેવી તેણે બુમો પાડી. ગાળો બહુ બોલતો હતો, એટલે મને કંઈ સુજ્યું નહીં એટલે મેં સાડા દસની આસપાસ મેં 100 નંબર ડાયલ કર્યો હતો.

‘પોલીસે કહ્યું કે, વાન નીકળી જ રહી છે’
આશાબેન પરીખે વધુમાં કહ્યું કે, મેં ઈંફોર્મ કર્યું કે નીચે કોઈ બુમાબુમ કરે છે. હું ઘરમાં એકલી છું, મને ડર લાગે છે. તમે સાંભળો, એ લોકોને બહાર ગેલેરીમાં જઇને મેં સંભળાવ્યું પણ ખરું. વચ્ચે ફોન આવ્યો કે વાન નીકળે છે, તમે સલામત રહેજો. પછી ફરી ફોન કર્યો ત્યારે કહ્યું કે વાન નીકળી જ રહી છે. અગિયાર અને પાંચે મને ફોન આવ્યો કે, બેન બધું શાંત છે. મેં કહ્યું કે, ભાઈ મને નથી ખબર, મને ડર લાગે છે. એટલી મારે તેમની જોડે છેલ્લી વાત થઈ. આ વચ્ચે બનાવમાં શુ બન્યું તેમેં જોયું નથી. જે બન્યું છે તે ખરાબ જ બન્યું છે. હું પણ મા છું. તમે ખોટી રીતે હાઇપ ન કરો. મારે કોઈના જવાબ નથી આપવા. પોલીસને ફોન કર્યા બાદ મેં એને (પાર્થ) ફોન કર્યો હતો. હું આ ફ્લેટમાં એકલી રહું છું. તેણે (પાર્થ) મને કહ્યું કે, તું ચિંતા ન કર, હું આવું જ છું. તે લોકો બપોરે 4થી રાત્રે સાડા નવ વાગ્યા સુધી આંટા મારતા હતા. તે સતત એવું બોલતો હતો, તું મને ઓળખતો નથી હું કોણ છું. તારામાં તાકાત હોય તો તું નીચે આય, આ રીતે પડકારવામાં આવ્યો હતો. પાર્થ ઘરમાં ન હતો તે સારું હતું, નહિ તો મુશ્કેલી થઈ જાત.

ઘટના 9મી તારીખે બની તો 25મીએ આવવાનું કારણ શું?
સાડા આઠ વાગ્યે તે ઉપર ચઢ્યો ત્યારે તે પીધેલો હતો. તેની જોડે એક માણસ હતો. ત્યારે હું ઘરમાં ન હતી. મેં દરવાજો ખોલ્યો હોત તો જે બન્યું છે તે મારી સાથે પણ બન્યું હોત. હું કોઈનો બચાવ નથી કરી રહી. તમને લાગે કે હું સત્ય કહું છું, તે લોકો સુધી મુકો. જે ઘટના 9 મી તારીખે બની હતી, તેનો પડઘો પાડી ને 25 મી તારીખે અહીંયા આવવાનું કારણ શું? અમે લોકો એ પ્રસંગની બહાર જ નીકળી ગયા હતા. જે રીતે તે વાત કરતો હતો, તે રીતે તે હોશમાં જ ન હતો અને તેને ખબર જ ન હતી કે તે શું કરી રહ્યો છે. તે આઉટ ઓફ કંટ્રોલ હતો. નીચે વાળા પગીને માર મારીને ફોન ઝુંટવીને લઈ ગયા હતા. હું પ્રાર્થના સિવાય કઈ કરતી નથી.
.