26 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 10 જેટલા લોકોનો ભોગ લેનાર જેગુઆર કારના ચાલક તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જે મુદ્દે આગામી 28 જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
લોકોને ધમકાવવા બદલ ફરિયાદ થઈ હતી
ઇસ્કોન બ્રિજ અકસ્માત વખતે આરોપી તથ્ય પટેલના પિતાને અકસ્માતની ખબર પડતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. તેમજ લોકોને ધમકાવીને પોતાના પુત્રને સારવાર અર્થે લઈ ગયા હતા. લોકોને ધમકાવવા બદલ પોલીસે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે. પુત્રના રિમાન્ડ માંગતી વખતે જ પ્રજ્ઞેશ પટેલને પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ઉપસ્થિત કરાયા હતા. જો કે તેમણે તે વખતે જામીન અરજી કરી નહોતી.
જામીન લઈ તથ્યની કાનૂની લડત લડશે
પ્રગ્નેશ પટેલની જામીન અરજીમાં તેઓએ ટોળાને રિવોલ્વર બતાવી નથી. તેમજ આગળ પણ તપાસમાં સહકાર આપશે તેવી રજૂઆત કરાશે. ઉપરાંત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રજ્ઞેશ પટેલ પોતાના દીકરાને માનસિક ટેકો પૂરો પાડવા જામીન નહોતા માંગ્યા. જો કે બહાર રહીને તેઓ તથ્ય માટેની કાનૂની લડત લડશે.
.