નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા
- કૉપી લિંક
મણિપુર રાજ્યમાં જાતીય હિંસા વધી રહી છે. જેમાં કોઈ બોલવા તૈયાર નથી ત્યારે આદિવાસી પટ્ટી પર બંધના એલાનને મળેલ સફળતા બાદ હજુ પણ આદિવાસી સમાજનો સરકાર પ્રત્યેનો રોષ ઓછો થયો નથી. હિંસા રોકવા કસૂરવારોને સજા કરવા અને રાષ્ટ્રપતિશાસન લગાવવા સહિત આદિવાસી સમાજને રક્ષણ પૂરું પાડવા સહિતની માંગ આદિવાસીઓમાં ઉઠી રહી છે.
એકતા પરિષદ મહિલા સેલ ગુજરાતની આગેવાનીમાં રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેકટર નર્મદાને આપવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી એકતા પરિષદના આગેવાન ડૉ. શાંતિકર વસાવા, પૂર્વ પાલિકા પ્રમુખ ભરતભાઈ વસાવા, પાલિકા સદસ્ય રિચાબેન વસાવા સહિત આગેવાનો ભેગા થઈ આવેદનપત્ર આપ્યુ હતું.
આદિવાસી એકતા પરિષદ મહિલા સેલ દ્વારા અપાયેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ‘મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસાથી દેશભરના આદિવાસી લોકો દુઃખી છે. બે દિવસ પહેલા જ સામે આવેલો દુઃખદ વિડીયો, જેમાં બંધક ટોળકી આદિવાસી મહિલાઓ સાથે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેણે ભારતના 700થી વધુ આદિવાસી સમુદાયોને જ નહીં પરંતુ સમગ્ર નાગરિક સમાજને પણ આંચકો આપ્યો છે. અમે માનીએ છીએ કે મહિલાઓ પ્રત્યેની ક્રૂરતા માત્ર ગુનો નથી, પરંતુ તે માનવતા માટે એક ભયંકર કૃત્ય છે.’
આદિવાસી સમાજ ભારતનો સર્જક અને વતની છે. અમે ભારતના બંધારણને સ્વીકારીએ છીએ કારણ કે અમે લોકશાહી જીવતા લોકશાહીના લોકો છીએ. પરંતુ આદિવાસી લોકોને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જ્યારે તેઓ સંગઠિત થઈને તેમના અધિકારોના રક્ષણ માટે સરકાર સુધી પહોંચવા માંગે છે ત્યારે તેમને આવા નિર્લજ્જ કાર્યો અને નિર્દયતાનો સામનો કરવો પડે છે. આવી ઘાતકી અને અમાનવીય ઘટનાઓ કોઈપણ નાગરિક જનતા માટે માત્ર શરમજનક નથી પરંતુ ભારતીય લોકશાહી અને બંધારણ સામે આચરવામાં આવેલો સૌથી જઘન્ય અપરાધ છે.
આદિવાસી મહિલાઓ સામેના જઘન્ય અપરાધના તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરો. મણિપુરમાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા રોકવા માટે તમામ સંભવિત વહીવટી અને કાયદાકીય પગલાં તાત્કાલિક લેવા જોઈએ.