આણંદની મહિલાની 10 વર્ષના પુત્રના બાયોલોજીકલ પિતાનું બર્થ સર્ટિ.માંથી નામ હટાવવા અરજી, પાલિકાએ ન કરતા હવે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા | Anand woman’s petition to remove name of biological father of 10-year-old son from birth certificate, municipality refuses, now knocks at High Court

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Anand Woman’s Petition To Remove Name Of Biological Father Of 10 year old Son From Birth Certificate, Municipality Refuses, Now Knocks At High Court

અમદાવાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

આણંદમાં રહેતી સિંગલ મધરે પોતાના 10 વર્ષના પુત્રના જન્મ પ્રમાણપત્રમાંથી તેના બાયોલોજીકલ પિતાનું નામ દૂર કરવા નગરપાલિકામાં અરજી કરી હતી. નગરપાલિકાએ તેમ ન કરતા માતાએ એડવોકેટ વત્સલ પટેલ મારફતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેની સુનાવણી જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં થઈ હતી.

અરજદાર મહિલા 40 વર્ષની
અરજદાર મહિલા 40 વર્ષની છે. જે પોતાના 10 વર્ષના પુત્રની સાથે આણંદમાં રહે છે. પુત્રનો જન્મ 2013માં થયો હતો. મહિલા અને તેના પુત્રના બાયોલોજીકલ પિતા મૈત્રી કરારથી સાથે રહેતા હતા. જો કે, 2017માં સંબંધનો અંત આવતા તેની જાહેરાત સમાચારપત્રોમાં પણ આપવામાં આવી હતી.

મહિલાના મૈત્રી કરારથી સંબંધ બંધાયા હતા (પ્રતિકાત્મક તસવીર)

મહિલાના મૈત્રી કરારથી સંબંધ બંધાયા હતા (પ્રતિકાત્મક તસવીર)

અરજી પ્રમાણે પિતાનું નામ કાઢી શકે
સુપ્રીમ કોર્ટના આદેશ અને સરકારના નિર્દેશ પ્રમાણે સિંગલ મધર પિતાનું ખાનું ખાલી રાખી શકે છે. આણંદ નગરપાલિકા વતી એડવોકેટ જપન દવે ઉપસ્થિત થયા હતા. જેમાં તેમણે દલીલ કરી હતી કે, નગરપાલિકા પાસે એવી કોઈ સત્તા નથી. જેથી તે આવા કેસમાં અરજદારની અરજી પ્રમાણે પિતાનું નામ કાઢી શકે.

પ્રતિકાત્મક તસવીર.

પ્રતિકાત્મક તસવીર.

બે અઠવાડિયાનો સમય અપાયો
જજ વૈભવી નાણાવટીએ નગરપાલિકાને અરજદારની અરજી સ્વીકારી તે મુદ્દે યોગ્ય નિર્ણય લેવા આદેશ કર્યો છે. આ માટે બે અઠવાડિયાનો સમય અપાયો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના કેસમાં અગાઉ હાઈકોર્ટના નિર્દેશ હોવાથી આ કેસમાં હાઇકોર્ટમાં અરજી કરાઈ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *