આગની અનેક ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો અને વહીવટીતંત્રની બેદરકારી, શાસકોની ભ્રષ્ટ નીતિરીતિને કારણે નાગરિકોના જીવ જોખમમાં મૂકાયા | Even after several incidents of fire, the lives of citizens were endangered due to negligence of hospitals and administration, corrupt policies of rulers.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Even After Several Incidents Of Fire, The Lives Of Citizens Were Endangered Due To Negligence Of Hospitals And Administration, Corrupt Policies Of Rulers.

અમદાવાદ8 કલાક પહેલા

  • કૉપી લિંક

એક બાદ એક હોસ્પિટલમાં બનતી આગની ઘટનાઓના વચ્ચે રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલ ભારે આગના કારણે તંત્રની લાપરવાહી-સુરક્ષા પ્રત્યે આંખ આડા કાનની નીતિ ખુલ્લી પડી હોવાના આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગવાની દુર્ઘટના દુઃખદ છે. આગની ઘટનાને કારણે હોસ્પિટલોમાં દાખલ 100થી વધુ દર્દીઓ અને તેના પરિવારોમાં ભયની લાગણી પ્રસરી હતી. અગાઉ પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતની હોસ્પીટલોમાં આગની દુર્ઘટનાઓ સામે આવી હતી અને તેમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા છે. છતાં સરકાર અને તંત્ર દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે જે ગુન્હાહિત બેદરકારી દાખવવામાં આવી રહી છે તે ચિંતાનો વિષય છે.

ગેરકાયદેસર હોસ્પિટલના સત્તાધિશોને તંત્ર છાવરે
આગની ઘટનાઓ બાદ પણ હોસ્પિટલો બેદરકારી રાખે છે. આગ લાગ્યા બાદ પણ હોસ્પિટલો જાગતી નથી. લોકો સ્વસ્થ થવા માટે હોસ્પિટલમાં આવે છે ત્યારે સ્વસ્થ થવાના બદલે લોકો આગમાં હોમાઇ જાય તે કેટલે અંશે વ્યાજબી છે? દુર્ઘટનાઓમાં જેમણે સ્વજન ગુમાવ્યા હોય તેને જ સાચુ દુઃખ ખબર હોય છે. સરકારે હોસ્પિટલોને લૂંટનું સાધન બનાવ્યું છે. અગાઉ શ્રેય હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલમાં માનવ જીંદગી હોમાવા છતા સરકાર જાગતી નથી, અમદાવાદની અગાઉની ૯ ઘટના બાદ પણ સરકાર સુધરવાનું નામ નથી લેતી. થોડા મહિના અગાઉ આજ હોસ્પિટલને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. અગ્નિકાંડ બાદ પણ હજુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. રેસિડન્સમાં ગેરકાયદેસર હોસ્પિટલના સત્તાધીશોને તંત્ર છાવરે છે.

તંત્ર નિદ્રામાં ઊંઘી રહ્યું છે
અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ બાદ અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં આગની ઘટના છતાં હજુ પણ ગેરકાયદેસર બાંધકામ કરેલા હોસ્પિટલમાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહ્યું છે. તપાસનાં નામે નાટક જોવા મળી રહ્યો છે ત્યારે અકસ્માતો અને આગની દુર્ઘટનાઓ બની ગયા પછી કાગળ પર કામગીરી કરનાર વહીવટી તંત્ર નક્કર કામગીરી કરે તો જ દુર્ઘટનાઓને નિવારી શકાય અને મહામૂલી માનવ જીંદગી બચાવી શકાય.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *