અમરેલીએક કલાક પહેલા
- કૉપી લિંક
- બે મહિલાના પેટમાંથી 15 અને 10 સે.મી મોટી ગાંઠ બહાર કઢાઇ
અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં બે મહિલાનું ગર્ભાશયની ગાંઠનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં દોઢ અને એક કિલોની ગાંઠ પેટમાંથી બહાર કાઢવામાં આવી હતી. જે 15 અને 10 સીએમ મોટી હતી. ઓપરેશન બાદ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.
શાંતાબા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 37 વર્ષિય મહિલાને લાંબા સમયથી પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહેતી હતી. જેથી તેમની સોનોગ્રાફી કરતા 15 સીએમ જેટલી મોટી અને દોઢ કિલો વજન ધરાવતી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત 51 વર્ષિય મહિલાને પણ પેટના દુ:ખાવો તથા અન્ય તકલીફ રહેતી હતી. જેનું સિટી સ્કેન કરવામાં આવતા 10 સીએમ મોટી અને 1 કિલો વજન ધરાવતી ગાંઠ હોવાનું સામે આવ્યું હતું.
હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. જલ્પાબેન રાઠોડ અને ડો. હસ્તી સાવલીયા, ડો. અફશીન ખેરાણી અને એનેસ્થેટિક ડો. રવિ પરમાર સહિતની ટીમે આ બંને મહિલાની ગર્ભાશયની ગાંઠનું સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું. દર્દીઓના પરિવારે હોસ્પિટલની કામગીરીને બિરદાવી હતી.
.