અમદાવાદના નાગરિકોની પ્રાથમિક સમસ્યાને દૂર કરવા માટે AMC 5 ઓગસ્ટથી લોક દરબાર કરશે, સી ફોર્મ રદ થતા 44 હોસ્પિટલના સીલ ખુલશે | AMC will hold Lok Darbar from August 5 to address the primary problem of Ahmedabad citizens, seals of 44 hospitals will be opened after cancellation of C form

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • AMC Will Hold Lok Darbar From August 5 To Address The Primary Problem Of Ahmedabad Citizens, Seals Of 44 Hospitals Will Be Opened After Cancellation Of C Form

અમદાવાદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ જેવી કે, રોડ રસ્તા, ગટર પાણી, સ્ટ્રીટ લાઈટ સફાઈ વગેરેના પ્રશ્નોને લઈ હવે લોક દરબારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 5 ઓગસ્ટથી સાતેય ઝોનના તમામ વોર્ડમાં લોક દરબારનું આયોજન કરવામાં આવશે. દરેક વોર્ડમાં એક-એક દિવસ લોક દરબારનું આયોજન કરવામાં આવનાર હોવા અંગેની આજે સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીથી લઈ દરેક વિભાગના અધિકારીઓ આ લોક દરબારમાં હાજર રહેશે અને નાગરિકો તેમના જે પણ પ્રશ્ન લઈ આવશે. તેનું સ્થળ ઉપરથી જ નિરાકરણ થાય તેમ આયોજન કરાયું છે.

નાગરિકો લોક દરબારમાં પોતાની રજૂઆત કરી શકશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકો અને રોડ રસ્તા ગટર લાઈટ પાણી વગેરેના પ્રશ્નોનું નિરાકરણ થાય તેને લઈ હવે લોક દરબાર યોજવામાં આવશે. દરેક વોર્ડમાં એક-એક દિવસ લોક દરબાર કરવામાં આવશે અને નાગરિકો લોક દરબારમાં પોતાની રજૂઆત કરી શકશે. જે પ્રશ્નો અંગે અધિકારીઓ દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને માહિતી લીધા બાદ ત્યાં કાર્યવાહી કરવા અંગેની સૂચના પણ આપશે. આમ નાગરિકો અને ઝડપથી તેમની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોનું નિરાકરણ થાય તેના માટે આ લોક દરબાર યોજવામાં આવશે.

500 ટન જેટલો ભંગારનો નિકાલ કરવામાં આવ્યો
શહેરમાં આવેલા 28 જેટલા મુખ્ય સર્કલોને રી-ડેવલોપમેન્ટ કરવાની પણ આજે સૂચના આપવામાં આવી હતી. શહેરમાં જ્યાં પણ અકસ્માત અથવા અન્ય કોઈ કારણોસર ડિવાઈડર અને ફૂટપાથો તૂટી ગઈ છે તેને રિપેર કરવાની સૂચના પણ આજે આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો અને વિવિધ જગ્યાએ જે ભંગાર પડ્યો છે, તેનો નિકાલ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી, તે મુજબ 500 ટન જેટલો ભંગારનો નિકાલ કરવામાં આવ્યો છે. શહેરમાં પીપીપી મોડેલથી ટ્રી ગાર્ડ લગાવવામાં આવે અને વૃક્ષોનું જતન પણ તેમના દ્વારા જ કરવામાં આવે તે રીતનું આયોજન કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

સી ફોર્મને રદ કરવા અંગેની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવી
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સી ફોર્મને રદ કરવા અંગેની દરખાસ્ત અને મંજૂરી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું, જેમાં બીયુ પરમિશન લેવી ફરજીયાત હતી સી ફોર્મ મેળવવા માટે બ્લુ પરમિશન ન હોય તો તેવી હોસ્પિટલોને સીલ પણ કરવામાં આવી હતી, જેના સંદર્ભે શહેરમાં 44 જેટલી હોસ્પિટલો અને જે સીલ કરવામાં આવી હતી તે હવે ખોલી દેવામાં આવશે. 50 બેડથી ઓછા બેડની હોસ્પિટલને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહીં.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *