અમદાવાદ6 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં એક જ વિધર્મી યુવકે દુષ્કર્મ આચાર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. ફરિયાદમાં યુવકે પોતાની ખોટી ઓળખ આપીને સગીરાને નોકરીએ રાખી હતી. ત્યારબાદ છેલ્લા 15 દિવસમાં સગીરા સાથે બળજબરીપૂર્વક 4 વખત શારીરિક સબંધ બાંધ્યા હતા. આ મામલે સગીરાની માતાએ વિધર્મી યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ઇલ્યાઝે ખોટુ નામ યશ રાખ્યું હતું
ઇસનપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. 16 વર્ષની સગીરા કપડાંની દુકાનમાં નોકરી કરતી હતી. દુકાનદારે પોતાનું નામ ઇલ્યાઝ હોવા છતાં નામ છૂપાવીને યશ નામથી ઓળખ આપી હતી. 3 મહિનાથી સગીરા નોકરી કરી રહી હતી. આ દરમિયાન યુવકે સગીરા સાથે 4 વખત બળજબરીપૂર્વક શારીરિક સબંધ બાંધ્યા હતા. સગીરાએ આ અંગે તેની માતાને જાણ કરતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કે ડિવિઝન પોલીસ સ્ટેશનના એસીપી મિલાપ પટેલ.
સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
કે ડિવિઝનના એસીપી મિલાપ પટેલે જણાવ્યું હતું કે, આરોપીએ છેલ્લા 15 દિવસમાં જ સગીરા સાથે 4 વખત દુષ્કર્મ આચર્યું હતું. ઇસનપુર પોલીસે આ મામલે કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
.