અમદાવાદ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં એક બિલ્ડરે બીજા બિલ્ડરની સાથે સંબંધો વધતાં જ વેચાણ વિના પડી રહેલા ફ્લેટો વેચી આપવાની વાત કરીને સસ્તા ભાવે મેળવી લીધા હતાં અને ત્યાર બાદ તેના વેચાણની રકમ નહીં આપતાં ગલ્લાં તલ્લાં કર્યાં હતાં. આમ કરીને તણે ફ્લેટ બનાવનાર બિલ્ડર સાથે કુલ 34.55 કરોડની છેતરપિંડી આચરીને વિશ્વાસઘાત કર્યો હતો.
15 પ્રોપર્ટી વેચવા આપી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અશોક ઠક્કર અમદાવાદમાં બિલ્ડર તરીકે કામ કરી રહ્યાં છે. તેમની ઓળખાણ રાકેશ શાહ નામના બિલ્ડર સાથે થઈ હતી. બંને વચ્ચે સંબંધો સારા થતાં રાકેશ શાહે અશોક ઠક્કરને કહ્યું હતું કે, તમારા વેચાયા વિના પડી રહેલા ફ્લેટ કે ઓફિસો હોય તો કહેજો વેચી આપીશું. જેથી અશોક ઠક્કરે રાકેશ શાહને 15 પ્રોપર્ટી વેચવા માટે આપી હતી. જેમાં તેની રકમ 18 મહિનામાં હપ્તેથી ચૂકવવાની વાત થઈ હતી. ત્યાર બાદ આ પ્રોપર્ટી રાકેશ શાહ ના નામ પર અથવા તો તેમના પરીચિતોના નામ પર કરી આપવાની વાત થઈ હતી. જેથી અશોક ઠક્કરે તેમની પ્રોપર્ટી રાકેશ શાહના કહેવાથી તેમના ઓળખીતા ના નામે કરી આપી હતી. જેમાં તમામ પ્રોપર્ટી 11 કરોડ 29 લાખ 95 હજારની રકમથી વેચાણ આપી હતી.
દુબઈની બેંકમાં 250 કરોડ પણ ખાતું ફ્રિઝ હોવાનું કહ્યું
આ પ્રોપર્ટીની લોન કરાવી હોવાથી તે અશોક ઠક્કરની કંપનીના ખાતામાં જમા થઈ હતી. સમજૂતી કરાર પ્રમાણે જેમાંથી 10 ટકા કાપીને બાકીની રકમ અશોક ઠક્કરે રાકેશ શાહને આપી હતી. ત્યારબાદ વધુ રકમ અશોક ઠક્કરે રાકેશ શાહ પાસે માંગતાં તેણે આ રકમ આપવા માટે ગલ્લાં તલ્લાં કર્યા હતાં. એકવાર રાકેશ શાહે અશોક ઠક્કરને દુબઈમાં hsbc બેંકમાં તેના 250 કરોડ પડ્યાં છે પણ બેંકે કોઈ કારણોસર ખાતુ ફ્રીઝ કરી નાંખ્યું હોવાનું રટણ કરે રાખ્યું હતું. ત્યાર બાદ અશોક ઠક્કરને કેટલાક કાગળો બતાવીને ભરોસો અપાવ્યો હતો. એક વખતે દુબઈમાં એકાઉન્ટ ચાલુ કરાવવા માટે બેંકમાં સાત કરોડ ભરવાના હોવાનું કહીને રાકેશે ફરીવાર અશોક ઠક્કર પાસે સાત કરોડની માગ કરી હતી. જેથી અશોક પટલે રાકેશને ઉછીના પૈસા આપ્યા હતાં. ત્યાર બાદ અશોક પટેલને ખબર પડી હતી કે, રાકેશ શાહે બતાવેલા કાગળો ખોટા હતાં.
34.55 કરોડની છેતરપિંડી આચરી
તે ઉપરાંત અશોક પટેલે વધુ એક પ્રોપર્ટીમાં ચાર ઓફિસો રાકેશ શાહના પરિચિતોના નામે કરી હતી. જેની 17.64 કરોડની રકમ પણ તેણે નહીં ચૂકવતાં અશોક શાહ પાસે આ પ્રોપર્ટીના મૂળ માલિક જસપ્રિત માંગી રહ્યાં છે. જેથી રાકેશ શાહે કુલ 34.55 કરોડની છેતરપિંડી આચરીને અશોક ઠક્કર સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
.