- Gujarati News
- Local
- Gujarat
- Surat
- As Per The New Notification For Looms Machines, Deviations Will Attract Zero Duty, Directly Benefiting Thousands Of Industrialists.
સુરત3 કલાક પેહલા
- કૉપી લિંક
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી લુન્સના મશીનો ઉપર લાહતી આયાત ડ્યુટીમાં ભારે વિસંગતતા જોવા મળતી હતી તેને દૂર કરવા માટે નાણામંત્રાલય અને કોમર્સ મિનિસ્ટ્રીમાં વારંવાર રજૂઆત કર્યા બાદ આખરે ઉદ્યોગકરોની માંગણી સ્વીકારવામાં આવી છે.
મશીનોની આયાતમાં મોટી રાહત
સુરતના વિવર્સ ત્રણ પન્ના રેપિયર જેકાર્ડ જેવા લુમ્સ આયાત કરે છે પણ 650 RPM પર ચાલે છે. એવો ઉલ્લેખ ન હોવાથી ઝીરો ડ્યુટીનો લાભ મળતી ન હતો. હવે સુધારા સાથેના નવા જાહેરનામા મુજબ 650 RPMની ઉપરના શટલલેમ રેપિયર લૂમ 100 મીટર્સ પર મિનિટના શટરલેસ જેટ લૂમ્સ, 1000 મીટર પર મિનિટ્સની ઉપરના સટરલેસ જેટ લૂમ્સની આયાત કસ્ટમ ડ્યુટી ઝીરો થઈ શકશે. શટરલેસ લુમ્સના પાર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 700 મશીનો ઉપર કસ્ટમ ડ્યુટી 8.25% લાગતી હતી. એમાંથી હવે મુક્તિ મળશે.
ટેકનોલોજી સાથે ઉદ્યોગનો વિકાસ કરવો પ્રાથમિકતા
કેન્દ્રીય રાજ્ય ટેક્સટાઇલ મંત્રી જણાવ્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગની જે પણ વ્યાજબી માંગણીઓ હોય છે તેને સંબંધિત વિભાગ સુધી પહોંચાડીને ઉદ્યોગને લાભ થાય તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આયાત ડ્યુટીનો પ્રશ્ન ઘણા સમયથી હતો. આખરે નાણા મંત્રાલય અને કોમર્સ મિનિસ્ટ્રી દ્વારા ચર્ચા-વિચારણા કરીને ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય લીધો છે. મેક ઇન ઇન્ડિયા માટે સરકાર ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય અને મેન્યુફેક્ચરિંગ વધે તેના માટે સતત નિર્ણયો લઈ રહી છે.
.