જૂનાગઢ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ત્રીજા સોમવારે અનુષ્ઠાન કરતા જીવ શિવમાં ભળ્યો
લક્ષ્મણ બારોટના ભાઇ દિપકભાઇએ જણાવ્યું હતું કે, મૂળ જામનગરના લક્ષ્મણ બારોટને નાનપણમાં માતાજી નિકળતા તેમણે દ્રષ્ટિ ગૂમાવી હતી. જોકે, ઇશ્વરે આંખોની શક્તિ જાણે શ્વરમાં સમાવી હોય તેમ માત્ર 12 વર્ષની વયથી જ ભજન ગાવાનું શરૂ કર્યું હતું. ઇશ્વરે તેમને સુરીલા અવાજની ભેંટ આપી હતી. જૂનાગઢમાં 1994થી શિવરાત્રિના મેળામાં તેમનો ઉતારો થતો હતો. લક્ષ્મણ બારોટના ગુરૂ નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ હતા. જ્યારે ઓસમાણ મીર, કિર્તિદાન ગઢવી, બિરજુ બારોટ વગેરે લક્ષ્મણ બારોટને ગુરૂ માનતા હતા. 68 વર્ષની વયે શ્રાવણના ત્રીજા સોમવારે અનુષ્ઠાન કરતા કરતા તેમનો જીવ શિવમાં મળી ગયો હતો.તેઓ 1 પુત્ર, 4 દિકરીને વિલાપ કરતા છોડી ગયા છે. ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામે તેમનો આશ્રમ આવેલ છે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરાશે.
.