Mandvi received 11 mm of rain with sudden heavy showers | માંડવીમાં અચાનક ભારે ઝાપટાં સાથે 11 મીમી વરસાદ વરસ્યો

Spread the love

માંડવી27 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • આસપાસના ગામોમાં ઝરમર રૂપે મેઘરાજાએ હાજરી નોંધાવી

કચ્છમાં છેલ્લા બે દિવસથી ગરમીનું જોર વધ્યું છે અને રાજ્યમાં વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે તેવામાં માંડવીમાં ભારે ઝાપટા સાથે 11 મીલિ મીટર જેટલું પાણી વરસ્યું હતું. આસપાસના ગામોમાં ઝરમર હાજરી જોવા મળી હતી. આજે બુધવારે અને કાલે છૂટા છવાયા સ્થળે હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

માંડવીમાં 24 જુલાઇના 12 મીલિ મીટર વરસાદ વરસ્યાના 42 દિવસે સવારે 7 વાગ્યાના અરસામાં શ્રાવણના સરવડા વરસતાં ઠંડક પ્રસરી હતી. જો કે, બપોરે ફરી ગરમીએ જોર પકડતાં નગરજનો અકળાયા હતા. પાલિકાના રેકોર્ડ મુજબ મોસમનો કુલ્લ વરસાદ 756 મીલિ મીટર થયો હતો. આસપાસના ગામોમાં ઝરમર રૂપે મેઘરાજાની હાજરી રહી હતી. દરમિયાન ભુજમાં અધિકત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી, નલિયા ખાતે 32.5, કંડલા બંદરે 33.6 તો કંડલા એરપોર્ટ મથકે 35.2 ડિગ્રી નોંધાયું હતું.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *