Convenience is a dilemma for Ahmedabadi! | નેતાઓના કોન્ટ્રાક્ટ પર ચાલતી AMTS-BRTS બસોથી 4 મહિનામાં 259 અકસ્માત, 13 લોકોએ જીવ ગુમાવ્યો; કાર્યવાહી તો થઈ જ નહીં

Spread the love

અમદાવાદ4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS અને BRTS બસ હવે મોતની બસ બની ગઈ છે. છેલ્લા 4 મહિનામાં AMTS અને BRTS બસ દ્વારા કુલ 259 જેટલાં અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં 13 લોકોના મૃત્યુ થયા છે. દરમહિને અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ લોકો પાસે નિયમોનું પાલન કરાવવા કડક હાથે કાર્યવાહી કરી રહી છે, પરંતુ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS અને BRTS બસો દ્વારા જ અકસ્માતો થઈ રહ્યા છે.

વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, ભાજપના નેતાઓના પરિજનોની બસો કોન્ટ્રાક્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલે છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર સામાન્ય દંડ જ કરવામાં આવે છે. જોકે, આ દંડની રકમ અને તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી તેની કોઈપણ વિગત AMTS અને BRTSના અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવી નથી.

4 મહિનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યો: વિપક્ષ નેતા
આ મુદ્દે વિપક્ષના નેતા શેહઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ શહેરમાં નાગરિકો પાસે શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કડકાઈથી કાર્યવાહી કરી અને નિયમોનું પાલન કરાવવાની વાત કરી રહી છે. પરંતુ, ખુદ કોર્પોરેશનના ખાનગી કોન્ટ્રાકટરોની બસોના ડ્રાઇવરો દ્વારા અકસ્માતો સર્જવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર મહિનામાં એપ્રિલ 2023થી ઓગસ્ટ મહિના સુધીમાં AMTS દ્વારા 102 જેટલા અકસ્માત કરવામાં આવ્યા છે. જેમાં 9 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે BRTS દ્વારા 157 જેટલા અકસ્માત થયા છે, જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે. આમ માત્ર ચાર મહિનામાં જ કુલ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

‘ભોગ બનનારને વળતર ચૂકવી, બ્લેક લિસ્ટ કરો’
વધુમાં ઉમેર્યું હતું કે, AMTS અને BRTSમાં ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરોની બસો ચાલે છે. આ વારંવાર અકસ્માતોને પગલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, જે પણ વ્યક્તિનું AMTS અને BRTS દ્વારા અકસ્માત થાય તો તેના પરિવારને કોન્ટ્રાકટર દ્વારા વળતર ચૂકવવામાં આવે. તેમજ જે પણ કોન્ટ્રાક્ટરની બસ દ્વારા અકસ્માત થયો હોય તેની સામે બ્લેક લિસ્ટની કાર્યવાહી કરવામાં આવે.

શેહઝાદખાન પઠાણ, વિપક્ષના નેતા.

શેહઝાદખાન પઠાણ, વિપક્ષના નેતા.

BRTS બસના અકસ્માતમાં 4ના મોત
છેલ્લા ચાર મહિનામાં AMTS દ્વારા અકસ્માતમાં કુલ નવ લોકોના મૃત્યુ થયા છે, જે તમામ પૂર્વ વિસ્તારમાં થયેલા છે. રોડ ઉપર જે પણ રાહદારી, સાયકલચાલક અથવા બાઈકચાલકને બસચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યા છે અને તેઓનું મૃત્યુ થયું છે. એક વ્યક્તિ જ્યારે બસમાંથી ઉતરતો હતો, ત્યારે બસ હંકારી દેતા પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. BRTS બસ દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. જેમાં કેટલાક લોકો બીઆરટીએસ કોરિડોરમાં આવી જતા બસની અડફેટે આવતા મૃત્યુ થયા છે.

AMTSની ફાઈલ તસવીર.

AMTSની ફાઈલ તસવીર.

સત્તાધીશો દ્વારા કોન્ટ્રાક્ટરો સામે કોઈ પગલા નહીં
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એમટીએસ દ્વારા અવારનવાર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એમટીએસ સંપૂર્ણપણે ખાનગી કોન્ટ્રાક્ટરો ચલાવી રહ્યા છે. ખાનગી કોન્ટ્રાક્ટરોની બસો ડ્રાઇવરો બેફામ સ્પીડમાં ચલાવતા હોય છે અને મનમાની પ્રમાણે સ્ટોપ કરતા હોય છે. આ મામલે નાગરિકો દ્વારા પણ અનેક ફરિયાદો કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMTSના સત્તાધીશો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક પગલાં ભરવામાં આવતા નથી.

BRTSની ફાઈલ તસવીર.

BRTSની ફાઈલ તસવીર.

નેતાઓ અને અધિકારીઓની મિલીભગત
નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી આખું AMTS તંત્ર ચાલી રહ્યું છે. AMTS અને BRTS દ્વારા છેલ્લા ચાર મહિનામાં જે રીતે અકસ્માતો કરવામાં આવ્યા છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. તેમ છતાં પણ ભાજપના સત્તાધીશો તેઓને બચીવી રહ્યા છે. હાલ તો સામાન્ય નાગરિકો માટે AMTS અને BRTS મોતની બસ બની જશે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *