મોરબી7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 2500 વિદ્યાર્થીને ધો.9માં જવું જ નથી
રાજ્ય સરકાર વર્ષોથી પ્રાથમિક શાળામાં અભ્યાસ પૂર્ણ થયા બાદ બાળકો વધુ અભ્યાસ ચાલુ રાખે તેવી અનેક યોજનાઓ ચલાવતી હોવા છતાં શાળામાં ડ્રોપઆઉટ રેશિયો સંપૂર્ણપણે દૂર કરવામાં સફળ થઈ શકી નથી. ઘણા પરપ્રાંતીય મજૂર તેના વતનમાં જતાં રહેતા હોવાથી બાળકોને તેના વતનમાં અભ્યાસ કરાવે છે પરિણામે જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે.
જિલ્લામાં શાળા શરૂ થઈ ત્યારે17,762 છાત્રો હતા જેમાંથી 14,900 બાળકોએ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો હતો જ્યારે 2970 જેટલા છાત્રએ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો ન હતો. રાજ્યભરમાં લગભગ 1.14 લાખ જેટલાં બાળકોએ ધોરણ 9માં પ્રવેશ ન મેળવ્યો હોવાનું સામે આવતા આવા બાળકોને શોધી પુન:પ્રવેશ આપવા સુચના આપી હતી જેના આધારે જિલ્લામા ડ્રાઇવ ચાલી હતી અને 400 જેટલા બાળકોની ઓળખ કરી તેના ધોરણ 9 માં પ્રવેશ અપાવ્યો હતો.જો કે હજુ પણ 2500 જેટલા છાત્રોએ ધોરણ 9માં પ્રવેશ મેળવ્યો નથી. બાળકોના પુન: પ્રવેશ માટે અમારા શિક્ષકો દ્વારા જે પણ વાલીઓએ બાળકોના એડમીશન ન લીધા તેના પુન પ્રવેશ માટે જે તે વાલીઓ સુધી પહોંચવા પ્રયાસ કર્યા હતા અને તેઓને સમજાવવામાં આવ્યા હતા અને તેના ભાગરૂપે 400 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં સફળ થયા હતા.જોકે કેટલાય વાલીઓને રાજી થયા નથી. ઘણા કેસમાં ખુદ બાળક જ શાળાએ જવા રાજી થતું નથી તો ઘણા બધા પરિવાર એવા છે કે જેઓ ખેત મજૂરી કરતા હોય અથવા કોઇ ફેકટરીમાં કોન્ટ્રાકટ પર મજૂરી કરતા હોય અને કામ છૂટી જતાં તેમના વતન માં પરત જતાં રહ્યાં હોવાનું સામે આવ્યું છે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા એ જણાવ્યુ હતું. > ગ્રામ્ય વિસ્તારમાં આસપાસ સરકારી માધ્યમિક શાળા ગ્રાન્ટેડ હાઇસ્કુલો માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી જ છે. > તેમાં પણ શાળામાં શિક્ષકની ઘટ્ટ હોવાથી પુરતું શિક્ષણ મળતું નથી. > ઘર કરતા શાળા દૂર આવેલા હોય જેના કારણે બાળકો ને મોકલવા વાલીઓ રાજી થતા નથી. > ગ્રાન્ટેડ શાળાઓમાં નવમા ધોરણના વર્ગો મર્યાદિત હોવાથી, હોંશિયાર વિદ્યાર્થીઓને એડમિશન મળે એવરેજ વિદ્યાર્થી વંચિત રહે છે. > સરકારી શાળામાં એડમિશન ન મળવાથી કેટલાક બાળકોને ખાનગી શાળામાં એડમિશન લેવું પડ્યું છે પણ આ વિદ્યાર્થીઓ ફી ન ભરી શકત શિક્ષણ અધવચ્ચે છૂટી જાય છે. > ઘણી શાળાઓ રહેઠાણથી ખૂબ દૂર હોય ઘણા બધા વાલીઓ પોતાની દિકરીઓને દૂર શિક્ષણ લેવા મોકલતા નથી. > ઘણા સમાજમાં હજુ પણ દિકરીઓને પ્રાથમિક સુધી જ ભણાવવામાં આવે છે. > ઘણા ગરીબ પરિવારો ગરીબીને કારણે પોતાના પુત્રોને નાના મોટા ધંધામાં નાનપણથી જ જોતરી દે છે.
.