ભાવનગર33 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વારંવાર રજૂઆત છતાં 29 માંગણી અણઉકેલ
- 25મીથી વીજ કચેરીઓ સામે સૂત્રોચ્ચાર, ધરણા
વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નો તરફ અનેક રજૂઆતો અને નોટિસો આપવા છતાં વીજ કંપની દ્વારા કોઈ જ નિરાકરણ ન આવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંગે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીને ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધિકારીઓ તથા સંઘના સભ્યો હોદ્દેદારોને સલગ્ન તથા કંપનીના તમામ કર્મચારીઓને સ્પર્શતા કેટલાક પડતર પ્રશ્નો જેવા કે જુનિયર આસિસ્ટન્ટના લિસ્ટમાંથી જુનિયર આસિસ્ટન્ટ આપી ખાલી જગ્યાઓ ભરવી, નવા યુનિફોર્મ આપવા, ટેકનિકલ નોન ટેકનિકલ કેડરની જગ્યાઓ પ્રમોશનથી ભરવી સહિતની કુલ 29 માંગણીઓનું નિરાકરણ અવારનવાર રજૂઆતો કરવા છતાં નહીં કરવામાં આવે તો આગામી તા.25મી સપ્ટેમ્બરથી વીજ કચેરીઓ સામે સૂત્રોચ્ચાર, ધરણા અને જરૂર જણાયે હડતાલ જેવા કાર્યક્રમો આપવામાં આવશે તેવી ગુજરાત વિદ્યુત કામદાર સંઘ કે કંપનીને આવેદનપત્ર અને નોટિસ આપી ચીમકી ઉચ્ચારી હતી.
.