Load testing on Bharaj river bridge started | પાવી જેતપુરના ભારજના પુલ ઉપર ચાલતા લોડ ટેસ્ટીંગમાં આજે ટ્રકનો લોડ અપાયો; આ પ્રક્રિયા હજુ પાંચથી છ દિવસ ચાલશે

Spread the love

છોટા ઉદેપુર39 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાવી જેતપુર નજીક આવેલા ભારજ નદીના પુલ ઉપર લોડ ટેસ્ટીંગ ચાલી રહ્યું છે. તેમાં આજે ટ્રકનો લોડ આપી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

પાવીજેતપુરના ભારજ નદીના પુલ ઉપરથી ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો પસાર કરી શકાય કે નહીં ? તે માટે લોડ ટેસ્ટીંગની કાર્યવાહી ચાલી રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલતી લોડ ટેસ્ટીંગની પ્રક્રિયામાં આજે પુલ ઉપર ટ્રક ઉભી રાખી ટ્રકનો લોડ આપી લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, એના નિયમ પ્રમાણે સફેદ પટ્ટા મારી લેઝર કિરણો મશીન દ્વારા પાડી તેમજ પુલ ઉપર ટ્રક ઉભી રાખી લોડ આપી ચેક કરવામાં આવી રહ્યું છે. જેનું રીડિંગ નોંધી ગાંધીનગર ખાતે રિપોર્ટ કરવામાં આવશે. જે નિષ્ણાંતો, ડિઝાઇન સ્ટ્રકચર વાળા બરાબર ચેક કરી ઉપરથી જે પ્રમાણેનો નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.

પાવીજેતપુરના ભારજ નદીના પુલ ઉપર ચાલી રહેલા લોડ ટેસ્ટીંગમાં આજે ટ્રકનો લોડ આપી લોડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા હજુ પાંચથી છ દિવસ ચાલશે. ત્યાર પછી ઉચ્ચ અધિકારીઓ આનો કોઈ નક્કર નિર્ણય લેશે તેમ સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *