દાહોદ24 મિનિટ પેહલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાળીડુંગરી પ્રાથમિક શાળાની આઝાદી પહેલાં 1/3/1933 ના રોજ સ્થાપના થઇ હતી. આ શાળા દેવગઢ બારીયાથી આશરે દસ કિલોમીટરના અંત્તરે પાવાગઢ રોડ પર આવેલી છે. આ પ્રાથમિક શાળા ધોરણ -1 થી 8 સુધીનો વર્ગો ચાલે છે. આ શાળમાં હાલમાં 409 બાળકો અભ્યાસ કરે છે. ટીમ કાળી ડુંગરીથી ઓળખાતી આ શાળામાં વર્ગ દીઠ શિક્ષકો ઉપલબ્ધ છે. બાલવાટીકાથી ધોરણ-8 સુધી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.
છેલ્લા ત્રણ વર્ષથી ગુણોત્સવમા શાળા એ ગ્રેડ પ્રાપ્ત કરે છે
આ શાળામાં 10 વર્ગોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં બાળકોને શિક્ષણમા પ્રોજેક્ટર, સ્માર્ટ ટીવી, સ્માર્ટ બોર્ડ, લેપટોપ, વગેરેનો ઉપયોગ કરીને અધ્યયન કરવામાં આવે છે. શાળામા કમ્પ્યુટર લેબ ઉપલબ્ધ છે. આ શાળા સરકારના અતિ મહત્વના અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્કુલ ઓફ એક્સલંશ પ્રથમ તબક્કામાં પસંદ થયેલી શાળા છે. જે અંતર્ગત દર 6 મહિને ગુણોત્સવ દ્વારા શાળાના તમામ પાસાઓનું મુલ્યાંકન કરવામા આવે છે. જેમાં સતત ત્રણ વર્ષથી એ ગ્રેડ પ્રાપ્ત કરી રહી છે.
વિશાળ બગીચો છે,બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી
ગ્રીન શાળા પ્રોજેક્ટ અંતર્ગત વિશાળ બગીચાનું નિર્માણ કરવામા આવેલ છે. જેમા વિવિધ પ્રકારના વુક્ષો અને છોડવાઓનું જાળવણી અને સંવર્ધન કરવામાં આવે છે. શાળાના બાળકો વર્ગ શિક્ષણની સાથે સાથે એન એમ એમ એસ,પીએસસી, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જ્ઞાન સાધના, જ્ઞાનસેતુ પ્રવેશ પરીક્ષા, ચિત્રકામ જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમા પણ ભાગ લઇ બાળકોની કારકિર્દી ઘડવામાં આવે છે. શાળાના બાળકોને મધ્યાહન ભોજન દ્વારા મેનુ પ્રમાણે સાત્વિક ભોજન અને પોષ્ટિક નાસ્તો આપવામાં આવે છે.
રમત –ગમત ક્ષેત્રે દર વર્ષે વિવિધ રમતો જેવી કે એથ્લેટીક્સ, ખોખો, કબ્બડી, તરણ સ્પર્ધા જેવી વગેરે રમતો સહિત શાળામાંથી બાળકો શાળા કક્ષાએથી લઇને જિલ્લા કક્ષા સુધી ભાગ લઇ વિજેતા બને છે. શાળાનું કેમ્પસ વિશાળ હોવા છતાં મારી શાળા સ્વચ્છ શાળા અને મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિગમથી ચાલતી શાળા છે. શાળાને વર્ષ-2017-28માં જિલ્લા કક્ષાનો સ્વચ્છ શાળાનો એવોર્ડ એનાયત થયો હતો.