સાતમ માટેની કરો તૈયારી, ટેસ્ટી દહીંવડા-પાણીપુરી બાળકોથી લઈને મોટેરાંઓને કરાવશે મજા

Spread the love
  • દહીંવડાથી મળશે દિવસ દરમિયાન એનર્જી
  • પાણીપુરીને પણ સાંજના સમયે કરી શકશો પ્લાન
  • ખજૂર, કોથમીરની ચટણી દહીંવડા અને પાણીપુરી બંનેમાં ચાલશે

દહીંવડાં

સામગ્રી



– એક કપ ચોળાની દાળ

– એક કપ અડદની દાળ

– પા કપ મગની દાળ

– તેલ પ્રમાણસર

– એક લિટર દહીં

– ગળી ચટણી

– મરચું

– મીઠું પ્રમાણસર

રીત

ત્રણેય દાળને છ કલાક પલાળી અધકચરી વાટી તેમાં મીઠું નાંખી ગરમ તેલમાં વડાં ઊતારી, હૂંફાળા પાણીમાં નાખવાં. પીરસતી વખતે પાણીમાંથી દબાવીને કાઢવાં. તેના પર દહીં, ગળી ચટણી, મીઠું, મરચું નાખવાં. ઝડપથી બની જતી આ ડિશ પરિવારને પ્રિય હોય છે.

નોંધ : વડાં વહેલાં બનાવીને પાણીમાંથી દબાવીને બહાર કાઢીને, ફ્રિઝમાં રાખી શકાય છે.

આ રીતે તૈયાર કરો પાણીપુરી

પાણીપૂરીનું પાણી



સામગ્રી

– અડધી ઝૂડી ફુદીનાનાં પાન

– થોડા લીલા ધાણા

– દસ લીલાં મરચાં

– આદુ નાખી મિક્સરમાં ઝીણી પેસ્ટ

– ત્રણ કપ પાણી

– મીઠું

– સંચળ

– બે ચમચા પાણીપૂરીનો મસાલો

ગળી ચટણી માટે

– સો ગ્રામ ખજૂર

– પચાસ ગ્રામ આંબલી

આ બંનેને પલાળી, વાટી તેનું પાણી બનાવવું તેમાં થોડો ગોળ નાંખી, પાતળી ચટણી બનાવવી.

મસાલા માટે

– અઢીસો ગ્રામ બટાકા

– બસો ગ્રામ ચણા

– બસો ગ્રામ

બંનેને બાફીને બન્ને ભેગા કરી, મીઠું, મરચું, મરીનો ભૂકો નાંખવો. તેમાં બુંદી તૈયાર રાખવો.

પાણીપુરીની પુરી તૈયાર લઈ આવવી.

એક બાઉલમાં છ-સાત પૂરી મૂકી, તેને ફોડી, ઉપર બટાકા-ચણા મૂકવાં. તેના ઉપર પાણી અને ખજૂર-આંબલીની ચટણી નાંખવી. ઉપર બુંદી ભભરાવવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *