- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Sensing Process Conducted By Inspectors For Appointment Of New Office Bearer For Second Term Of Surat Municipal Corporation
સુરત34 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત મહાનગરપાલિકાની પ્રથમ ટર્મ પૂર્ણ થતા બીજી ટર્મ માટે નવા પદાધિકારીઓની નિયુક્તિ માટે આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આગળ પોતાના માટે તેમજ પોતાને ગમતા વ્યક્તિ માટે રજૂઆત કરવામાં આવી છે.
ભાજપમાં નવા પદાધિકારીની પસંદગી માટે નવી પ્રથા
પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આ વખતે પ્રથમવાર હોદ્દેદારોને પસંદ કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા અપેક્ષિત વ્યક્તિઓ પૈકી પોતાના માટે હોદ્દાની દાવેદારી કરવી, તેમજ કોને પદ આપવું જોઈએ, એ પ્રકારની રજૂઆત કરવા માટેની તક આપવામાં આવી છે. નવી પ્રથાને કારણે ભાજપના પદાધિકારીઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. દર વખતની માફક સીધી પસંદગી થઈ રહી નથી. આ વખતે દરેક કોર્પોરેટર પ્રદેશના પદાધિકારી ધારાસભ્યો મોરચાઓના પ્રમુખો સહિતના અપેક્ષિતોને રજૂઆત કરવા માટે નિરીક્ષકો સામે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.
વર્તમાન પદાધિકારીઓને દૂર કરી અન્યને તક આપવા રજૂઆત
મોટાભાગના કોર્પોરેટરો દ્વારા પોતાના માટે હોદ્દાની રજૂઆત કરવામાં આવી, તેમજ પોતાને ગમતા વ્યક્તિઓ માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, અત્યારના મહાનગરપાલિકામાં મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા જેવા મહત્ત્વના પદ ઉપર ફરીથી તેમને લેવામાં ન આવે અને અન્ય વ્યક્તિઓને લેવામાં આવે તે પ્રકારની રજૂઆત થઈ રહી છે. નો રિપીટેશન કરીને અન્ય લોકોને તક આપવામાં આવે તેવી આંતરિક ચર્ચા ખૂબ જોરમાં છે.
આપ છોડીને ભાજપમાં આવેલા કોર્પોરેટરોએ પણ રજૂઆત કરી
આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં આવેલા કોર્પોરેટરોએ પણ રજૂઆત કરી હતી. પોતે કાયદેસર રીતે હજી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ન થવાને કારણે પોતાને કોઈ પદ મળવાનું નથી, તેથી તેમણે પોતાના મનગમતા વ્યક્તિ માટે રજૂઆત કરી હતી. જોકે, કોર્પોરેશનના ભાજપના પદ ઈચ્છતા વ્યક્તિઓએ પણ આમ આદમી પાર્ટી તરફથી તેમની રજૂઆત થાય તેવા પ્રયાસ કર્યા છે.
.