- નાગ દેવતાને કુલેરનો પ્રસાદ ચઢાવો
- બાજરી, ઘી, ગોળથી બનશે આ ભોગ
- નાગદેવતાને દૂધનો કરો અભિષેક
શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની સીઝન પણ શરૂ થઈ ચૂકી છે. આ વખતે સોમવાર એટલે કે આવતીકાલે નાગ પંચમીની ઉજવણી થવા જઈ રહી છે. અનેક ભક્તો નાગદેવતાની પૂજા કરે છે. આ દિવસે નાગદેવતાની પૂજાનું ખાસ મહત્ત્વ છે અને સાથે જ આ દિવસે સાપને મારવાની મનાઈ છે. નાગદેવતાની પૂજામાં દૂધના અભિષેકનું ખાસ મહત્વ છે. નાગદેવતાને આ ખાસ દિવસે કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
3 વસ્તુથી બની જાય છે કુલેરનો પ્રસાદ
કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ (કે અન્ય લોટ) ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે. પ્રાચીન સમયમાં એ રોજીંદા ખોરાકનો ભાગ ન હતા, ત્યારે નાસ્તા તરીકે આ વાનગી ખવાતી હતી. પહેલાના સમયમાં ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનારો વર્ગ કુલેર વધુ પ્રમાણમાં ખાતા હતા. તેને કાચી જ ખાવામાં આવે છે. જો કે આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે.
આ રીતે ચોક્કસ પ્રમાણ સાથે બનાવો કુલેર
સામગ્રી
- 2 કપ બાજરીનો લોટ
- 1 કપ ગોળ
- ઘી જરૂર મુજબ
બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બાજરીનો લોટ લો અને તેને ચાળી લો. હવે તેમા ઝીણો સમારેલો ગોળ ઉમેરી લો. ત્યાર પછી તેમા ઘી ઉમેરી લો. હવે તેમા ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણથી તેના ગોળ લાડુ બનાવી લો. તૈયાર છે કુલેરના લાડુ. તેને તમે પ્રસાદ માટે ચઢાવી શકો છો.