વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
ભારતનું પહેલું સૌરમિશન આદિત્ય એલ-1 શનિવારે રવાના થયું. પીએસએલવી સી-57 રોકેટ થકી તે પ્રક્ષેપણની 64મી મિનિટે નિર્ધારિત કક્ષામાં પહોંચી ગયું હતું.ચાર મહિના પછી આદિત્ય એલ-1 લેન્ગ્રેજ પોઈન્ટ પર પહોંચશે, ત્યારે નાસા અને યુરોપિયન એજન્સી પછી ઈસરો આ સિદ્ધિ હાંસલ કરનારી દુનિયાની ત્રીજી સ્પેસ એજન્સી બની જશે.
તે સૂર્યમાંથી નીકળતા કણો, રેડિયેશન અને ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરશે. અત્યાર સુધી એકસાથે આવો અભ્યાસ કરનારો કોઈ પણ ઉપગ્રહ એલ-1 પોઈન્ટ સુધી પહોંચ્યો નથી. એટલું જ નહીં, ભારત ચાર ઉપકરણોથી સૂર્યનો અને ત્રણ ઉપકરણ થકી કણો અને તેના ક્ષેત્રનો એકસાથે અભ્યાસ કરનારો પણ પહેલો દેશ હશે.
લેન્ડર અને રોવરને સૂવડાવવા માટેની તૈયારી
બીજી તરફ, ચન્દ્રયાન-3નું રોવર ચન્દ્રની ધરતી પર 100 મીટરથી વધુ અંતર કાપી ચૂક્યું છે. ઈસરોનો પ્રયાસ છે કે મિશન લાઈફના 14 દિવસ પહેલાં જ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર, એ બંનેને સૂવડાવી દઈએ, જેથી તે બંને તેમની પાસે ઉપલબ્ધ ગરમીથી ચન્દ્ર પરની ઠંડી રાતનો સામનો કરી શકે. એવું શક્ય બનશે તો જ્યારે ચન્દ્રનો આગલો દિવસ શરૂ થશે ત્યારે સોલર પેનલથી ફરી એકવાર ચાર્જ થયા પછી લેન્ડર અને રોવર બંને સક્રિય થઈ શકે છે. હાલ ઈસરો આ બંને ઉપકરણથી મળેલા ડેટાથી સંતુષ્ટ છે કારણ કે ચન્દ્રયાન-3 મિશનના મોટા ભાગનાં લક્ષ્યો તેમણે હાંસલ થઈ ગયાં છે.
આદિત્ય સૂરજના પ્રવાસે
શ્રાવણ વદ – 4, િવક્રમ સંવત 2079
નિગાર શાજી – આઠ વર્ષથી સતત આદિત્યના સ્પેરપાર્ટ્સ પર નજર, અભ્યાસ સરકારી સ્કૂલમાં કર્યો છે
વડોદરા, રવિવાર, 3 સપ્ટેમ્બર, 2023
ચન્દ્રયાન-3નાં લક્ષ્ય હાંસલ
આપણું પહેલું સૌરમિશન લૉન્ચ, ભારત આ સિદ્ધિ હાંસલ કરનારો વિશ્વનો ત્રીજો દેશ
125 દિવસની યાત્રા પછી નિર્ધારિત સ્થળે પહોંચશે
05 વર્ષ સુધી સક્રિય રહેશે આ મિશન
400 કરોડ આદિત્ય એલ-1 મિશનનો ખર્ચ
ચન્દ્રયાન, આદિત્યથી સાબિત થયું કે આપણે ક્યાંય પણ ઓબ્ઝર્વેટરી મિશન માટે સક્ષમ છીએ. » એસ. સોમનાથ, ચેરમેન, ઈસરો
ઈસરોના વિજ્ઞાની નિગાર શાજીને આઠ વર્ષ પહેલાં આદિત્ય એલ-1 મિશન જેવા જટિલ પ્રોજેક્ટના ઈન્ચાર્જ બનાવાયા હતા. તેઓ કહે છે કે આદિત્ય એક પડકારજનક પ્રોજેક્ટ હતો. તેને હોલો ઓર્બિટ સુધી પહોંચાડવો જ એક મોટો પડકાર હતો. તેના તમામ પેલોડ પણ નવા પ્રકારના છે.
સ્કૂલનો અભ્યાસ તમિલનાડુની સરકારી સ્કૂલમાં કરનારા શાજીએ દેશના રિમોટ સેન્સિંગ, કમ્યુનિકેશન એન્ડ ઈન્ટરપ્લેનેટરી સેટેલાઈટ પ્રોગ્રામમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
યુ.આર. રાવનું સપનું સાકાર કર્યુંઃ
આદિત્ય એલ-1ના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ શંકર સુબ્રમણ્યમના મતે ‘પ્રો. યુ.આર. રાવ, ડૉ. શ્રીકુમાર અને ડૉ. જી. શ્રીનિવાસનની સંકલ્પના હતી કે ભારત સૂર્યમિશન મોકલે અને તેનો એવો ડેટા ભેગો કરે જે અગાઉ કોઈ દેશના મિશનમાં ના મળ્યો હોય. આપણે પહેલીવાર એ માહિતી મેળવીશું કે સૂર્યમાંથી નીકળતી જ્વાળાઓ ક્યાંથી ઊઠે છે, તેની ગતિ કેવી છે અને તેમાંથી નીકળતા હાઈ એનર્જી રેડિયેશનથી ધરતીનું વાતાવરણ કેવી રીતે પ્રભાવિત થાય છે. એટલે ભારતે આદિત્ય મિશનમાં સાત પેલોડ મોકલ્યા છે.
તે આપણી વર્તમાન ટેક્નોલોજી અને અંતરિક્ષના વાતાવરણને સમજવા માટે મહત્ત્વની સાબિત થશે. એરિજ- નૈનિતાલના ડિરેક્ટર ડૉ. દીપાન્કર બેનરજી કહે છે કે દસ વર્ષ પહેલાં ફક્ત સામાન્ય ઉપગ્રહો લૉન્ચ કરીને અર્થ ઓર્બિટથી તેનો અભ્યાસ કરવાનો હતો, પરંતુ પ્રો. યુ.આર. રાવે પહેલ કરી કે આપણે બહુ દૂર જઈને સૂર્યનો અભ્યાસ કરવો જોઈએ.
.