At a Navratri meeting, a businessman was attacked by three men with a pipe | નવરાત્રીની મિટિંગમાં ડખો, વેપારીને ત્રણ શખ્સે પાઇપના ઘા ઝીંકી દીધા

Spread the love

રાજકોટ11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

  • ભગતસિંહજી ગાર્ડન પાસે સમાધાન સમયે મારામારી થઇ

શહેરમાં મારામારીના વધુ બે બનાવમાં મિટિંગ સમયે જૂના ઝઘડાના મનદુ:ખમાં વેપારી પર અને અગાઉના ઝઘડાનું સમાધાન કરવા ગયેલા યુવાન પર 4 શખ્સે હુમલાની ફરિયાદ નોંધાઇ છે.પ્રથમ બનાવની પરસાણાનગર-1માં રહેતા અને સાઇકલની દુકાન ધરાવતા કમલેશભાઇ ગોવિંદભાઇ નેજાણી નામના વેપારીએ હિતેશ ઉર્ફે હિતો લીલાણી, બિપીન અને કુમાર વાસદેવાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, શુક્રવારે મામાએ ફોન કરી આગામી નવરાત્રી મુદ્દે મિટિંગ રાખી હોવાની વાત કરી હતી. જેથી જમીને મોડી રાતે જંક્શન પ્લોટ-5માં બિપીનભાઇની દુકાનમાં મિટિંગ રાખી હોય ત્યાં પહોંચ્યો હતો. ત્યારે ગત નવરાત્રીમાં થયેલા મનદુ:ખ મુદ્દે બોલાચાલી થતા હિતેશ ઉર્ફે હિતાએ પાઇપનો માથામાં ઘા ઝીંકી દીધો હતો. જ્યારે બિપીન અને કુમારે પોતાને માર માર્યો હતો અને હિતેશે આજ તો તને મારી જ નાખવો છેની ધમકી આપી હતી. હુમલો થતા પોતે ત્યાંથી ભાગીને ઘરે પહોંચ્યો હતો.

બીજા બનાવમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા મનદીપ ઉર્ફે કાઠી મુકેશભાઇ લોઢિયાને પ્રદીપ ઉર્ફે ભદો બારૈયા, વિશાલ ભીલ, સુમિત, વિશાલ લોઢિયાએ છરી, વાયરથી માર મારી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવી છે. અગાઉ પ્રદીપ ઉર્ફે ભદા સાથે ઝઘડો થયો હોય તે મુદ્દે સમાધાન કરી લેવા નાનાભાઇએ આરોપીઓને બોલાવ્યા હતા. ત્યારે સમાધાનની વાતચીત વચ્ચે મામલો બિચકતા પ્રદીપે છરીથી હુમલો કરી બે ઘા ઝીંકી દીધા હતા. જ્યારે અન્યએ વાયરથી માર મારી નાસી ગયા હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *