- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- Celebrating Rakshabandhan Parva Today In Yatradham Shamlaji, Devotees Also Offered Rakhi To God And Prayed For The Welfare Of The World.
અરવલ્લી (મોડાસા)એક કલાક પેહલા
- કૉપી લિંક
કોઈપણ તહેવાર કે ઉત્સવ હોય આમ જનતાની સાથે સાથે ધાર્મિક મંદિરમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરાય છે. ત્યારે યાત્રાધામ શામળાજીમાં આજે રક્ષાબંધન પર્વ મનાવવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરાઈ હતી.
આજે યાત્રાધામ શામળાજીમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં ભગવાન શામળિયાને મંદિર ટ્રસ્ટ દ્વારા પરંપરાગત સોનાની રાખડી અર્પણ કરાઈ હતી. ભક્તોએ પણ ભગવાનને હૃદયના ભાવ સાથે અલગ અલગ જાતની રાખડી અર્પણ કરી ભગવાન શામળિયા જગતના ભાઈ છે એવા ભાવ સાથે ભક્તોએ રાખડી અર્પણ કરી અને સમગ્ર જગતનું ભગવાન શામળિયા કલ્યાણ કરે એવી શામળિયા ભગવાનને પ્રાર્થના કરી હતી.
રક્ષાબંધન પર્વને લઈ ભગવાનને ખાસ શણગાર કરાયો છે. ખાસ કારીગરો દ્વારા ભગવાનના વાઘા તૈયાર કરાવીને પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને કવચ, કુંડલ અને સોનાની વનમાળા સહિતના સુવર્ણ આભૂષણોનો શણગાર કરાયો હતો. આજે રક્ષાબંધન નિમિતે દિવસના તમામ મનોરથોની ભાવ અને ભકતીપૂર્વક મંદિરના શાસ્ત્રીજી દ્વારા ઉજવણી કરવામાં આવશે. દૂર દૂરથી ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટી પડ્યા અને ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા હતા.
.