સુરતએક કલાક પેહલા
- કૉપી લિંક
- બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા
- પીપલોદના ત્રિનાથ,લક્ષ્મીધર દેરાસરમાં તસ્કરી
પીપલોદ ખાતે આવેલી ટી.એન.પટેલ સ્કૂલની ગલીમાં જૈન દેરાસરમાં કોન્ટ્રાક્ટરના બે મજૂરો ધોળે દિવસે માત્ર 30 મિનિટમાં મુનીસુવ્રત સ્વામીની 7 લાખની બ્લેક ડાયમંડની મૂર્તિ ચોરી ગયા છે. દેરાસરમાંથી મૂર્તિ ચોરી થવા અંગે દેરાસરના કમિટી મેમ્બર અને બિલ્ડર દિનેશચંદ્ર ચંદુલાલ શાહએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ત્રિનાથ ઉર્ફે બાગુના પરમેશ્વર મુર્મ અને લક્ષ્મીધર ઉર્ફે ચંદન મલ્લીક(બંને રહે,ટેલ્ડી હુડી,સીરીપુર)ની સામે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે.
પોલીસે જણાવ્યું કે પીપલોદમાં ટી.એન.પટેલ સ્કૂલની ગલીમાં આવેલા રિટ્રીટ એપાર્ટમેન્ટના કેમ્પસમાં શ્રી મુનીશ્વર સ્વામી રત્ન જીનાલય જૈન દેરાસરનું નિર્માણ કરાયું હતું. 5 મહિના પહેલા દેરાસરમાં પોલિશિંગનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ રઘુનાથ નાયકને અપાયો હતો. દેરાસરમાં કોન્ટ્રાકટરના મજૂરો પાસે કામ કરાવતા હતા. દેરાસરમાં મુનીસુવ્રત સ્વામીની 3 મૂર્તિઓ મુકેલી હતી. જેમાંથી 28મી ઓગસ્ટે બપોરે 2.30 વાગ્યાથી 3 વાગ્યા વચ્ચે બે કારીગરે દેરાસરમાંથી 84 કેરેટ બ્લેક ડાયમંડની મુનીસુવ્રત સ્વામીની નાની મૂર્તિ જેની કિંમત 7 લાખ રૂપિયા છે તેની ચોરી કરી ભાગી ગયા હતા. હાલમાં ઉમરા પોલીસે બંને ચોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
.