મહિસાગર (લુણાવાડા)3 કલાક પેહલા
- કૉપી લિંક
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ મધવાસ ગામેથી ફરી એકવાર રહેણાંક મકાનમાં ઝેરી સાપ ઘૂસ્યો હોવાની ઘટના બની છે. હાલ ચોમાસી ઋતુ ચાલી રહી છે તેવામાં સરીસૃપ જીવો વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે અને ખાસ કરીને ખેતરો અને જંગલમાંથી તે રહેણાંક વિસ્તારોમાં આવી ચઢતા હોય છે.
લુણાવાડાના મધવાસ ગામે રહેતા રાકેશભાઈના ઘરે રસોડામાં એક સાપ ઘુસી આવ્યો હતો. ત્યારે સાપ ઘૂસી આવતા જ સ્થાનીક લોકોમાં ડર વ્યાપ્યો હતો. જ્યારે ગામના ભરતભાઇ દ્વારા સાપને રેસ્ક્યુ કરનાર ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ મહીસાગરના સભ્ય હિતેશ પ્રજાપતિ ઘટના સ્થળે દોળી આવ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કાર્ય હાથ ધર્યું હતું.
હિતેશભાઈ દ્વારા સફળતાપૂર્વક ઘરના રસોડાથી પ્રેક્ટિકલ કોબ્રા નામના ખુબ જ ઝેરી પ્રજાતિના સાપને રેસ્ક્યુ કરી લેતા ઘરના લોકોને હાશકારો થયો હતો. આ સાપનું રેસ્ક્યુ કર્યા બાદ તેને સુરક્ષિત સ્થળે જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. આમ મધવાસ ગામેથી એક રસોડામાં ઘૂસેલા પ્રેક્ટિકલ કોબ્રા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહીસાગર જિલ્લામાં ચોફેર જંગલ વિસ્તાર આવેલો છે. જેથી જંગલના આજુ બાજુના વિસ્તારોમાં અવાર નવાર જંગલી પ્રાણીઓ અને સરીસૃપ જીવો ઘૂસી આવતા હોય છે.
.