નવસારી41 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે વીરપસલી રક્ષાબંધન. સામાજિક ક્ષેત્રે કોઈ આવેશમાં આવી ગુનો કરી બેસનારા બાઈઓને આજના પવિત્ર દિવસે તેમની બહેનોએ આંખોમાં હર્ષનાં આંસુ સાથે પોતાના ભાઈને રક્ષા બાંધી, તેઓ વહેલા ઘરે પરત ફરેની પ્રાર્થના કરી હતી.
ભાઈ-બહેનના પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન પર નવસારી સબજેલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. અલગ અલગ ગુનામાં સબજેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ આજે ઉત્સાહમાં હતા, કારણ એમની લાડકવાયી બહેન તેમને મળવા સાથે જ રક્ષા બાંધવા આવનાર હતી.
જેલમાં ભાઈના હાથમાં રક્ષા બાંધવાના ઉત્સાહ ઉમંગમાં નવસારી સબજેલ પહોંચી બહેનો ઉત્સાહ ચહેરા પરથી જોઈ શકાતો હતો.અહીં ભાઈ અને બહેનની મુલાકાત ભાવનાત્મક બની હતી. બહેનોએ હર્ષઆંસુ સાથે ભાઈઓના કાંડે રાખડી બાંધી, મોં મીઠુ કરાવડાવ્યું હતુ. રાખડી બાંધ્યા બાદ ભાઈ-બહેન વચ્ચે થયેલી વાતોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ ભાઈ વહેલો ઘરે આવે એવી કામના સાથે ઈશ્વરને પ્રાર્થના કરી હતી. સાથે જ બહેનને રક્ષાબંધનના પાવન પર્વે બહેન ખાલી હાથે જાય એવી લાગણીથી હૃદય ભરાઈ આવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, નવસારી સબજેલમાં પાકા કામના 17 સહિત કુલ 286 કેદીઓ સજા કાપી રહ્યા છે, ત્યારે આજના પવિત્ર દિવસે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરી, બહેનના પ્રેમને જોઈ ભાઈનું હૃદય પરિવર્તન થાય અને સમાજમાં એક સારૂ જીવન જીવતા થાય એવી આશા પણ વ્યક્ત કરી હતી.