My brother died in Morbi swing bridge accident, one brother was the support of the family; Sister’s grief on Raksha Bandhan | મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મારો ભાઈ મૃત્યુ પામ્યો, એકનો એક ભાઇ પરિવારનો આધાર હતો; રક્ષાબંધન પર્વે બહેનની વ્યથા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • My Brother Died In Morbi Swing Bridge Accident, One Brother Was The Support Of The Family; Sister’s Grief On Raksha Bandhan

મોરબી17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભાઇની તસવીર સાથે સંગીતાબેન.

મોરબીમાં રવિવારની એ સાંજે હળવું અંધારું પથરાઈ રહ્યું હતું ત્યારે માત્ર દસ સેકન્ડની એક દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયાં. સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યા હતા ત્યારે અનેક જિંદગી આથમી ગઈ. થોડી ક્ષણો પહેલાં જ જ્યાં આનંદ-ઉમંગનો કિલ્લોલ ગૂંજતો હતો એ મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ મરણચીસોથી ગાજી ઊઠ્યો. કાળની લીલા કેવી છે? હજુ થોડી ક્ષણો પહેલાં ધબકતા શ્વાસ ઘડી બે ઘડીમાં નિશ્વાસ બની ગયા. ચોતરફ મોતનો ઓથાર છવાઈ ગયો. બે કટકા થઈને તૂટી પડેલા પુલના કેબલ પકડીને લટકતા લોકો મચ્છુના ગોઝારા જળમાં બેબાકળી આંખે પોતાના પરિવારજનને શોધતા રહ્યા. અને આજે પણ મૃતકોના પરિવારજનો ન્યાયની આશા પોતાની આંખોમાં સેવી રહ્યા છે. રક્ષાબંધન પર્વ પર બહેન પોતાના ભાઈ ચેતનભાઇને યાદ કરી રહી છે. પરંતુ હવે યાદોના સહારે જ સ્વજનો એ જીવવાનું છે કારણ કે તેમના સ્નેહીજન તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા છે.

મૃતક ચેતનભાઇ પરમારની ફાઇલ તસવીર.

મૃતક ચેતનભાઇ પરમારની ફાઇલ તસવીર.

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોતને ભેટેલા ચેતનભાઇ બેચરભાઇ પરમારની બહેન સંગીતાબેને જણાવ્યું હતું કે, ગત રક્ષાબંધનને તેમણે પોતાના ભાઇને સ્નેહના તાંતણે રાખડી બાંધી હતી. પરંતુ આજે તેઓ કોને રાખડી બાંધે ? રડતા રડતા સંગીતાબેને જણાવ્યું હતું કે તેમનો એકનો એક ભાઈ પરિવારનો આધાર હતો. પરિવાર પાસે પોતાના ઘરનું ઘર પણ ન હતું ત્યારે ભાઈ પરિવારને આર્થિક ટેકો આપતો હતો. માતા-પિતાનો આધારસ્તંભ હતો પરંતુ ઝૂલતા પુલની ગોઝારી દુર્ઘટનામાં તેમના પાડોશમાં રહેતી એક છોકરી તેમના ફૈબાના ત્રણ દીકરા અને સંગીતાબેનનો સગાભાઈનું મોત નીપજ્યું હતું. આજે પણ સંગીતાબેનની આ આંખોમાં આંસુનો દરિયો છલકાય છે અને એક જ પ્રશ્ન પૂછે છે કે મારા ભાઈને ક્યારે ન્યાય મળશે? આજે રક્ષાબંધનના દિવસે ભાઈની ખુબ યાદ આવી રહી છે હું કોને રાખડી બાંધુ ? મને કોઈ જણાવો તેવી વ્યથા બહેને ઠાલવી હતી

તો કાકા જગદીશભાઈ કલાભાઈ પરમારે પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ આ દુર્ઘટના સમયે ઘટના સ્થળે હાજર હતા. ઘણા લોકો ત્યાં હાજર હતા અને જેમાં તેમણે પોતાનો ભત્રીજો ગુમાવી દીધો છે. મૃતકોના સ્વજનોને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *