મહેસાણા12 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહેસાણાની દૂધસાગર ડેરી પાસે રાત્રે પોલીસ વાહનો ચેકિંગમાં હતી.એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી આવતા પોલીસે અટકાવી તપાસ કરી હતી.ગાડીમાં સવાર બે ઈસમો પાસે તપાસ કરતા પોલીસે દેશી બનાવટની એક પિસ્તોલ કબ્જે કરી હતી.તેમજ એક કાર્ટિઝ કબ્જે કરી હતી.પોલીસે બને આરોપીને ઝડપી હાલમાં વધુ તપાસ આદરી છે.તેમજ ઝડપાયેલા ઈસમોમાંથી લક્ષમણ કોળી નામના આરોપી પર અગાઉ પંદર જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
દૂધસાગર ડેરી પાસે ચેકિંગ દરમિયાન પિસ્તોલ સાથે બે ઈસમો ઝડપાયા
મહેસાણા દૂધસાગર ડેરી પાસે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઈ એસ.એફ.ચૌધરી અને મહેસાણા એસઓજી ટીમના માણસો વાહન રાત્રે એક કલાકે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.એ દરમિયાન એક રાજસ્થાન પરસિંગ સ્વીફ્ટ ગાડી આવતા જ પોલીસે રોકાવી હતી.ગાડીના આગળ RJ-24-CA-6991 નમ્બર લાગેલ હતો.તેમજ પાછળના ભાગે નમ્બર લાગેલ નહોતો.ગાડીમાંથી પોલીસે લક્ષમણ સોનારામ કોળી અને કિશોર કાંતિલાલ પંચાલની તપાસ કરતા પિસ્તોલ અને જીવતા કાર્ટિઝ મળી આવ્યા હતા.
પિસ્તોલ પર Only for army લખેલ જોવા મળ્યું
સમગ્ર કેસમાં પોલીસે બે ઈસમો પાસેથી ઝડપયેલ પિસ્તોલ કબ્જે કરી હતી.જેમાં બેરેલ બેરેલ પર “ઓન્લી ફોર આર્મી”લખેલ હોવાનું સામે આવ્યું હતું.પોલીસે બે ઈસમો પાસેથી કાર્ટિઝ પણ કબ્જે કર્યા હતા.
મધ્યપ્રદેશના ઈસમ પાસેથી આરોપીએ 25000 રૂ માં પિસ્તોલ ખરીદી હતી
પોલીસે વાહન ચેકિંગ દરમિયાન પિસ્ટલ સાથે ઝડપાયેલા લક્ષમણ સોનારામ કોળી અને કિશોર ઉર્ફ કે.કે. પંચાલ ને ઝડપી પિસ્ટલ અંગે પૂછપરછ કરતા બને ઈસમો મધ્યપ્રદેશ રાજ્યના ધાર ખાતે રહેતા તીલોક સરદારજી પાસેથી 25000 રૂપિયામાં લીધી હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.પોલીસે હાલમાં એક ગાડી કિંમત 3 લાખ,પિસ્ટલ નંગ 1કિંમત 20,000,.મેગજીન નંગ બે જેમાં 12 જીવતા કાર્ટિઝ કિંમત 6000,થતા 1 મોબાઈલ કિંમત 5000,મળી કુલ 3.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પિસ્તોલ લઈ આરોપી ક્યાં જતા હતા, પિસ્ટલ અગાઉ ક્યાં ગુનામાં વપરાય આ દિશામાં તપાસ થશે
ડીવાયએસપી આર.આઈ દેસાઈ એ જાણવ્યું કે મહેસાણા બી ડિવિઝન પી.એસ.આઈ ચૌધરી દૂધસાગર ડેરી સામે વાહન ચેકિંગ કરી રહ્યા હતા.એ દરમિયાન રાત્રે રાજસ્થાન પાર્સિંગની શંકાસ્પદ ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી અને તપાસ કરી હતી.જેમાં ગાડીમાં બે ઈસમો સવાર હતા.ગાડીમાં અને ઈસમો પાસે તપાસ કરતા દેશી બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી.અને બાર જીવતા કારતૂસ મળી આવ્યા હતા.ગાડીમાંથી ઝડપાયેલા કિશોર પંચાલ સામે પંદર એક ગુનાઓ નોંધાયેલા છે.જેમાં મારામારી આર્મ એકટના,ચોરીના વગેરે ગુનાઓનો સમાવેશ થાય છે.હાલમાં પોલીસે બંને આરોપીને પકડી વધુ તપાસ આદરી છે.હથિયાર ક્યાંથી આવ્યા,હથિયાર લઇ ક્યાં જતા હતા,અગાઉ કોઈ ગુનામાં હથિયાર વપરાય છે કે કેમ, એ તમામ વિગતો તપાસ બાદ સામે આવશે.
વધુમાં જણાવ્યું કે આ દેશી બનાવટની પિસ્તોલ છે.જે પિસ્તોલ અત્યારે કબ્જે કરી છે.આ પિસ્તોલ પર આર્મી ની હોય એવી કોઈ શક્યતાઓ દર્શાવતું નથી.પરંતુ આ દિશામાં સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.આ આરોપી અગાઉ અમદાવાદ સિટીમાં,બનાસકાંઠામાં,અલગ અલગ જગ્યાએ અનેક ગુનાઓમાં પડકાયો છે.લગભગ પંદર એક ગુનાઓ નોંધાયા છે.આરોપી બે માસ અગાઉ જ જેલ માંથી બહાર આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.