ભાવનગર21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભાવનગર શહેરના બોરતળાવ મફતનગર વિસ્તારમાં આવેલ ચોકમાં જાહેર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં જુગાર રમતાં 7 શખ્સોને બોરતળાવ પોલીસ ઝડપી લીધા હતા, જેમાં બે મહિલા અને પાંચ પુરુષોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાહેરમાં જુગાર રમતા હતા
સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સ્ટાફના માણસો શહેરમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, બોરતળાવ વિસ્તારમાં આવેલ રામદેવપીરના ચોકમાં જાહેર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી 7 શખ્સો ઝડપી લીધા હતા જેમાં બે મહિલા અને પાંચ પુરુષો ઝડપાયા હતા.
જુગાર રમતી 2 મહિલાઓ ઝડપાઈ
જેમાં અનિતાબેન સુનિલભાઈ ચૌહાણ ઉ.મ.44, કંચનબેન વિનુભાઈ મકવાણા ઉ.મ.45, લાલજી ઝીણાભાઈ બારૈયા ઉ.મ.30, શામજી ભાવુભાઈ સોલંકી ઉ.મ.52, યોગેશ મનજીભાઈ ડાભી ઉ.મ.32, મનીષ મથુરભાઈ ચૌહાણ ઉ.મ.28 તથા મહેશ પ્રેમજીભાઈ મકવાના ઉ.મ.31 રે.તમામ ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 14,460 તથા મોબાઈલ નંગ 6 સહિત કુલ 51,460ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.