Sumul Dairy Director Siddharth Choudhary presented the whole matter to Sumul Dairy and demanded a thorough investigation. | સુમુલ ડેરી ડિરેક્ટર સિધ્ધાર્થ ચોધરીએ સમગ્ર મામલે સુમુલ ડેરીમાં રજૂઆત કરી તથસ્ટ તપાસની માગ કરી

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • Sumul Dairy Director Siddharth Choudhary Presented The Whole Matter To Sumul Dairy And Demanded A Thorough Investigation.

વ્યારા41 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ઇન્દુ ગામથી સુમુલમાં જતા ટેન્કરમાંથી દૂધ ચોરી ઝડપાઈ, ચાર વિરૂદ્ધ ફરિયાદ

વ્યારા તાલુકાના ઇન્દુ ગામમાં શનિવારે રોડની સાઈડમાં સુમુલ ડેરીના ટેન્કરમાં મંડળીઓ પાસે ભરેલ 13159 લીટર દૂધ પૈકી 280 લીટર દૂધ 7 કેનમાં ભરી નજીકની ડેરીમાં વેચાતું હોવાનો કૌભાંડનું રહસ્ય સુમુલના સુપરવાઇઝરે ઉઘાડું પાડ્યું હતુ. હતી. સુમુલ ડેરીના સુપરવાઈઝરે ટેન્કર ચાલક, શિવમ લેબર કોન્ટ્રાક્ટ એજન્સીના કર્મચારી મળી ચાર વ્યક્તિ સામે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સુરત અને બાજીપુરા ખાતે આવેલ સુમુલ ડેરી દ્વારા જિલ્લામાં વિવિધ ઝોન પ્રમાણે વિવિધ ગામોમાં આવેલી દૂધ મંડળીમાં દૂધ એકત્રિત કરવા માટે ટેન્કરો મોકલી આપે છે. જેમાં વ્યારા તાલુકાના ઈન્દ્દુ ગામમાં ઝોન નંબર 21 માં આવે છે. જેના સુપરવાઇઝર તરીકે આકાશભાઈ ઈશ્વરભાઈ પટેલ( રહે તળાવ ફળિયુ દેલવાડા વાલોડ )ફરજ બજાવે છે.

શનિવારે બપોરના આકાશ પટેલ ઇન્દુ જોનમાં વિવિધ દૂધ મંડળીમાં વિઝીટ કરવા નીકળ્યા હતા. તે દરમિયાન ઇન્દુ ગામની સીમમાં ડેરીની સાઇડે દૂધ ભરીને સુમુલ ખાતે જતું ટેન્કર નંબર (GJ- 19Y- 1909) ઉભેલું હતું. તેના ટેન્કર ઉપર ચાલક વિપિન ચંદ્રશેખરભાઈ તિવારી (રહે ભરોખાન પેથાપુર પાર્ટી જીલ્લો પ્રતાપગઢ ઉત્તર પ્રદેશ) ચઢ્યો હતો અને પાઇપ નાખી દૂધ ટેન્કરમાંથી નીચે મુકેલા સાત એલ્યુમિનિયમના કેનમાં ભરવાની પ્રવૃત્તિ કરતો હતો. આ સમયે દૂધનું સેમ્પલ લેવાનું કામ કરતા શિવમ લેબર કોન્ટ્રાક્ટ એજન્સીના કર્મચારી કેવીન પટેલ ઉપરાંત ડેરીનો સંચાલક રાજારામ જોગલ રહે ઇન્દુ ગામ વ્યારા તથા તેનો એક માણસ ઉભેલા હતા. દૂધ કાઢી રહેલા ઈસમોએ આકાશ પટેલને આવતા જોઈ લેતા ભાગમ ભાગ થતાં ટેન્કર ચાલક વિપિન તિવારી, કેવીન પટેલ અને અજાણ્યો ભાગી ગયો હતો. તો હાજર રહેલા એવા આબાદ ડેરીના સંચાલક રાજારામ જોગલને પૂછપરછ કરતા તેમાં ટેન્કરમાંથી 30 રૂપિયાનું દૂધ આપતા હોવાનો જણાવ્યું હતું

જેથી સુપરવાઇઝર વ્યારા તાલુકાના સુમુલના ડિરેક્ટર સિદ્ધાર્થભાઈ ચૌધરી સહિત અન્ય અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા હતા. આ ટેન્કરમાં વ્યારા તાલુકાના કટાસવણ, ભાણાવાડી, વઢવાણિયા, ડુંગર ગામ સહિત સાત મંડળીમાંથી કુલ 13159 લીટર દૂધ એકત્રિત કરાયું હતું જે પૈકી સાત કેનમાં 280 લીટર કિંમત 8400 નું દૂધ ભરી દીધું હતું, જેથી સુપરવાઇઝરએ કાકરાપાર પોલીસમાં ટેન્કર ચાલક વિપિન તિવારી, લેબર કોન્ટ્રાક્ટ એજન્સીનો કર્મચારી કેવિન પટેલ, ડેરી સંચાલક રાજાભાઈ જોગલ અને અન્ય એક ઈસમ મળી ચાર વ્યક્તિઓ સામે દૂધ સુમુલમાં લઈ જવાને બદલે અન્ય વેચાણ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કાકરાપાર પોસઇ એન.વી.ચોધરીએ જણાવ્યું હતુ કે વ્યારાના ઇન્દુ ખાતે દૂધ ચોરી બનાવમાં કોઈ ઈસ ની અટક થઈ નથી. હાલ વધુ તપાસ ચાલુ છે.

તટસ્થ તપાસની માંગણી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને કરી છે તાપી જિલ્લાના વ્યારા વિસ્તારમાં દૂધના ગેરકાયદેસર વેચાણની બાબતે ગંભીરતા દાખવાશે. ગરીબ આદિવાસી પશુપાલકોના હિતમાં સમગ્ર પ્રકારની તટસ્થ તપાસની માંગણી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરને કરેલ છે. આબાદ ડેરીના સંચાલક, ટ્રાન્સપોર્ટ તેમજ શિવમ કોન્ટ્રાક્ટના સંચાલકો સામે કડક પગલાં ભરવાની માગ કરાશે.> સિદ્ધાર્થભાઈ ચોધરી, સુમુલ ડિરેક્ટર, વ્યારા

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *