- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Metal Fencing Poles Found On Tracks Between Etola Station From Varna, Conspiracy To Overturn Tracks Exposed, Vigilance Of Two Train Pilots Averts Major Mishap
વડોદરા27 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા થી સુરત તરફ જવાના ટ્રેક ઉપર વરસાડા ગામની સીમમાં આવેલ વરણામાં રેલ્વે સ્ટેશનથી ઇટોલા સ્ટેશન વચ્ચેના ભાગે ટ્રેન નંબર 22905ની એકપ્રેક્ષ ઓખાથી શાલીમાર ટ્રેનના એન્જીનને કઈ અથડાયું હોવાની માહિતી ઇટોલા રેલ્વે સ્ટેશન માસ્ટર દ્વારા વડોદરા કંટ્રોલને કરતાં વડોદરા કંટ્રોલ તરફથી જાણ કરાઈ હતી. તપાસ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમે મોટું નુકસાન કરવાના ઇરાદે કાવતરું કર્યું હોય તેમ મેટલ ફેન્સીગ પોલ રાખેલ હોવાથી સિગ્નલમાં મુશ્કેલી આવી અને કન્ટ્રોલ રૂમને જાણ કરી તપાસ કરતા મોટી દુર્ઘટના થતા અટકી હતી.
એન્જીનને અથડાતા ખબર પડી
આ અંગે વર્ષોથી રેલ્વે એન્જીનીયરીંગ વિભાગ વડોદરા ડીવીઝન ખાતે સીનીયર સેક્શન એન્જીનીયર તરીકે ફરજ બજાવતા તપશ્વરરાય રામલાલ યાદવે વરણામાં પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, મારા સેક્શન વિભાગ મકરપુરા થી ચાવજ સુધીનું લાગે છે. જેમાં રેલ્વેનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલતુ હોય તેનું સુપરવિઝન કરવાની કામગીરી કરું છું. ગત રોજ હું જ્યારે મીયાગામ કરજણ હતો, ત્યારે વડોદરા એન્જનીયરીંગ કંટ્રોલ ખાતેથી રાત્રીના 20:11 વાગે મારો મોબાઇલ ફોન ઉપર ફોન આવેલ હતો અને મને જાણ કરેલ કે વડોદરા થી સુરત તરફ જવાના ટ્રેક ઉપર વરસાડા ગામની સીમમાં આવેલ વરણામાં રેલ્વે સ્ટેશનથી ઇટોલા સ્ટેશન વચ્ચેના ભાગે ટ્રેન નંબર 22905ની એકપ્રેક્ષ ઓખાથી શાલીમાર ટ્રેનના એન્જીનને કઈ અથડાયું હોવાની વિગતો ઇટોલા રેલ્વે સ્ટેશન માસ્ટર આશીષકુમારને વડોદરા કંટ્રોલને કરતાં વડોદરા કંટ્રોલ તરફથી તે બાબતે અમને જાણ કરવામાં આવી હતી.
સિગ્નલ ફેલ્યોર થતા ગાડી અટકી
આ વિગતો મળતાની સાથે જ સ્થળ ઉપર જઈ તપાસ કરતા ત્યાં હાજર રેલ્વે સ્ટાફના આર.પી.એફ઼./જી.આર.પી. સ્ટાફના કર્મચારીઓ હાજર હતા. અને ત્યાં જઇ જોતા રેલવે લાઇનની બાજુમાં એક મેટલ ફેન્સીગ પોલ પડેલ હતો અને આ જગ્યાથી ઇંટોલા રેલ્વે ફાટક તરફ જતી બે પાટો વચ્ચે ફીટ કરેલ સીમેન્ટના સ્લીપર પર ઘસારાના નિશાન હતા. જે પોલ આશરે પોણા આઠેક ફુટ લંબાઇનો હતો અને તેના બન્ને છેડે ટ્રેન સાથે અથડાવવાથી ગસાઈ ગયો હતો. ત્યાર બાદ ઇટોલા રેલ્વે સ્ટેશન માસ્ટર આશીષકુમારે જણાવેલ કે ટ્રેન નંબર અમદાવાદ-પુરી એક્સપ્રેસના પાયલોટે જણાવેલ છે કે વરણામાં રેલ્વે સ્ટેશન થી ઇટોલા સ્ટેશન વચ્ચે બન્ને પાટા વચ્ચે મેટલ ફેન્સીંગનો પોલ રહેલ હતો અને જેનાથી સીગ્નલ ફેલ્યોર થયું છે. સીગ્નલ ફેક્યોર થવાના કારણે ગાડી રોકાઇ ગયેલ હતી.
સાડા આઠ ફૂટ લાંબો પોલ મળી આવ્યો
તે દરમિયાન હું અને પાયલટે આ પોલ ટ્રેનમાં રાખી ઇટોલા સ્ટેશન લાવી ઇંટોલા સ્ટેશન માસ્ટર પાસે જમા કરાવ્યો હતો. ત્યાર બાદ વરણામાં રેલ્વે સ્ટેશનથી ઇટોલા સ્ટેશન વચ્ચે પણ આ રીતનો મેટલ ફ્રેન્સીંગનો પોલ રેલ્વેના બન્ને પાટા વચ્ચે પડેલ છે, જે ફેન્સીંગ પોલ ટ્રેન નીચે ઘસડાવવાથી એક છેડેથી બેન્ડ થઇ ગયેલ હતુ. જેની જાણ અમારા પેટ્રોલીંગ મેન રાહુલે ઇટોલા રેલ્વે માસ્ટર આશીષ મારને ફોનથી કરેલ હતી, અને આ પોલ તેને રેલ્વે ટ્રંક ક્લીયર કરવા માટે ટ્રેકની બાજુમાં ઇટોલા રેલ્વે ફાટક પાસે લાવી સાઇડ પર મુક્યો હતો. દરમિયાન ઇટોલા રેલ્વે ફાટક પાસે ગયા અને જોયું તો ત્યાં પોલ આશરે સાડા આઠ ફૂટ જેટલી લંબાઇનો હતો. જેને ટ્રેનની નીચે ઘસડાવવાથી એક સાઇડ બેન્ડ થઇ ગયો હતો.
અજાણ્યા ઇસમ સામે ફરિયાદ
બાદમાં સ્ટાફના માણસો સાથે ઇટોલા રેલ્વે સ્ટેશન ખાતે જઇ ટ્રેન નંબર 12844 અમદાવાદ-પુરી એસ્પ્રેસના પાયલોટે જમા કરાવેલ મેટલ ફેન્સીંગ પોલ જોતા આ પોલ આશરે સાડા આઠ ફુટ લંભાઇનો છે. જેની પર કોઇ ઘસારાના નિશાન દેખાતા નથી, આ બનાવ બાબતે અમારા ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરી તેમજ બનાવની તપાસ કરી આજે RPF સ્ટાફના સબ ઇન્સ્પેક્ટર વિનયકુમાર દુબે તથા કોન્સ્ટેબલ આદિત્યકુમાર દ્વારા આ બનાવ અંગે અજાણ્યા ઇસમ સામે વરણામાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ પણ આપ્યા છે.