Tabrias fight in BRTS route, VIDEO | સુરતના કોસાડમાં એક બાળક બીજાને ઊંચકીને બસ સામે દોડ્યું, ડ્રાઈવરે બ્રેક ના મારી હોત તો વ્હીલ ફરી વળતું

Spread the love

સુરત19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારના BRTS રૂટમાં વિચિત્ર ઘટના સામે આવી છે. BRTS રૂટમાં બે નાના ટાબરિયા ઝઘડો કરી મારામારી કરતા હતા. BRTS બસ આવતી જોઈ એક બાળકે બીજા બાળકને ઊંચકીને બસની સામે દોડ્યું હતું અને બસના ટાયર સુધી આવી ગયા. સદનસીબે સબના ડ્રાઈવરે બ્રેક મારતા બંને બાળકો બસના ટાયર નીચે આવતા આવતા બચી ગયા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ BRTS રૂટમાં ઘણા લોકો જોગિંગ કરતા તો કેટલાંક લોકો બેઠેલા અને મોજ-મસ્તી કરતા નજરે પડ્યા હતા. સાથે જ તે સમયે પણ એક ટાબરિયો બસને આવતી જોઈ આગળ હાથ ફેલાવીને બસની આગળ ઊભી ગયું હતું. આવી બેદરકારી ભરી અનેક ઘટના સામે આવ્યા બાદ પણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી.

22 દિવસ પહેલાની ઘટના.

22 દિવસ પહેલાની ઘટના.

બાળકોનું સામે ચાલી અકસ્માતને નોતરું
સુરતના બીઆરટીએસ રોડ પર વારંવાર ગંભીર અકસ્માતોની ઘટના બનતી રહે છે. આવી ઘટનાઓમાં દર વખતે બીઆરટીએસ બસના ડ્રાઇવરની ભૂલ દર્શાવી બસમાં તોડફોડ કરવામાં આવતી જોવા મળી છે. ત્યારે અકસ્માતોને ધ્યાને લઈ બીઆરટીએસ રૂટમાં પ્રવેશી જતા ખાનગી વાહનો સામે ફોસદારી સુધીની કાર્યવાહી કરવા કડક સૂચનાઓ પણ આપવામાં આવી છે. તેમ છતાં પણ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. સુરતના અમરોલીના કોસાડ વિસ્તારમાં બે ટાબરિયાઓની અકસ્માતને નોતરું આપતી વિચિત્ર ઘટના સામે આવી છે. BRTS રૂટમાં બસ આવતી હોવા છતાં બે બાળકો અકસ્માતના ભય વિના મારામારી કરતા રહ્યા હતા.

ગતરાત્રે ઝઘડતા બે બાળકો બસ સામે આવી ગયા.

ગતરાત્રે ઝઘડતા બે બાળકો બસ સામે આવી ગયા.

બાળકો અકસ્માતનો ભોગ બનતા બચ્યા
ગત શનિવારના રોજ રાત્રિના સમયે કોસાડ આવાસ નજીક આ ઘટના બનવા પામી હતી. કોસાડ આવાસ નજીકના h1 અને h2 બીઆરટીએસ સ્ટેશન વચ્ચે કેટલાક ટાબરીયાઓ ઉભા રહી ગયા હતા અને ધીંગા મસ્તી કરતા હતા. આ દરમિયાન અહીંથી પસાર થતી બસની સામે આ તમામ ટાબરિયાઓ ઉભા રહી ગયા હતા. તે પૈકીના બે બાળકો ઝઘડો કરતા હતા અને મારામારી કરતા કરતા બસના ટાયર સુધી આવતા આવતા રહી ગયા હતા. બસના ડ્રાઈવરે જો બ્રેક ન મારી હોત તો અકસ્માતનો ભોગ બની ગયા હોત.

અન્ય બાળકોનું ટોળું BRTSના રૂટમાં ઊભું રહ્યું.

અન્ય બાળકોનું ટોળું BRTSના રૂટમાં ઊભું રહ્યું.

સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો
બીઆરટીએસ રોડ પર ટાબરીયાઓ દ્વારા કરવામાં આવેલી ધમાલનો વીડિયો બસમાં મુસાફરે બનાવ્યો હતો, જે સામે આવ્યો છે. જેમાં જોવા મળ્યું હતું કે, રૂટ પર બિંદાસ રીતે બાળકો ધમાલ કરી રહ્યા હતા. બસને આવતી જોઈ છતાં બાળકો રૂટમાંથી દૂર ગયા ન હતા. આ બાળકોમાં બે ટાબરિયાઓ ઝઘડો કરી મારામારી કરી રહ્યા હતા. બંને ટાબરિયાઓ અકસ્માતના ભય વિના બસ સામે આવી છતાં પણ મારામારી કરતા રહ્યા હતા. અંતે બસના ડ્રાઈવરને બસ અટકાવવાની ફરજ પડી હતી.

બસના વ્હીલ નજીક મારામારી.

બસના વ્હીલ નજીક મારામારી.

અકસ્માત સર્જાય તો ભૂલ કોની?
દર વખતે બીઆરટીએસ બસ દ્વારા અકસ્માત સર્જાય ત્યારે ડ્રાઇવરની ભૂલ કારણ ભૂત બની તેની સામે પગલાં લેવાની માંગ કરાઈ છે. શહેરમાં છેલ્લા આઠ વર્ષમાં 195 બસ અકસ્માતો નોંધાયા હોવાની બાબત પાલિકાની સામાન્ય સભામાં થઈ હતી. જેમાં વિપક્ષના સભ્યોએ અકસ્માતોના લીધે હાલ સુધીમાં 95 લોકોના મોત થયા હોવાનો મુદ્દો પણ રજૂ કરી બસ અકસ્માતો પર કાબૂ મેળવવા પગલાં ભરવા સુધીની માંગ કરી હતી. પણ બીઆરટીએસ રૂટમાં આ પ્રકારની થઈ રહેલી મસ્તી, ધમાલમાં જ્યારે અકસ્માત સર્જાય તો તેમાં ખરેખર ભૂલ બીઆરટીએસના ડ્રાઇવરની ગણવી કે સ્થાનિકોની લાપરવાહી અને બેદરકારીની ગણાવી તેવા સવાલો ઉભા થયા છે.

લોકો રૂટમાં જ પડ્યા-પાથર્યા રહે છે.

લોકો રૂટમાં જ પડ્યા-પાથર્યા રહે છે.

બાળકોનું અકસ્માતને હાથ ફેલાવી આમંત્રણ.

બાળકોનું અકસ્માતને હાથ ફેલાવી આમંત્રણ.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *