સાબરકાંઠા (હિંમતનગર)13 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિંમતનગર તાલુકાના વિરપુરમાં શનિવારે રાત્રીના સમયે વણઝારાવાસમાં ઘર સામેના ઝાડી જાખરામાં અજગર દેખાતા જીવદયા પ્રેમીને જાણ કરી હતી. એક મિનીટમાં 10 ફૂટ લાંબા અજગરને પકડી સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે વિરપુરમાં આવેલા વણઝારા વાસમાં શનિવારે અંદાજે સાડા નવના સમયે ઘર સામને ઝાડી જાખરામાં અજગર જોવા મળ્યો હતો. જેને લઈને સ્થાનિકોએ હિંમતનગરમાં રહેતા જીવદયાપ્રેમી મિતુલ ઠાકોરને જાણ કરી હતી. જેથી મિતુલ ઠાકોર રાત્રે વિરપુરના વણઝારા વાસમાં જ્યાં અજગર દેખાયો હતો. ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ કાંટાળા ઝાડી જાખરા વચ્ચે છુપાયેલા અંદાજીત 10 ફૂટ લાંબા અજગરને એક મીનીટમાં પકડી લીધો હતો.
ત્યાર બાદ અજગરને બહાર કાઢ્યો હતો. તો અજગરનું મોઢું જીવદયાપ્રેમીના હાથમાં હતું. બીજી તરફ આખોય અજગર જીવદયાપ્રેમીના પગે વીંટાઈ ગયો હતો. જોકે અજગર જોવા આવેલા સ્થાનિકોના ટોળાએ જીવદયાપ્રેમીના પગે વીંટાયેલા અજગરનું દ્રશ્ય જોવા આવેલા સૌએ મોબાઈલમાં કેદ કર્યું હતું. ત્યાર બાદ અજગરને રાત્રે બેરણાના જંગલમાં સુરક્ષિત છોડી મુકવામાં આવ્યો હતો.
આ અંગે જીવદયાપ્રેમી મિતુલ ઠાકોરે જણાવ્યું હતું કે, છેલ્લા પાચ વર્ષથી જંગલી જનાવરો પકડું છુ. અત્યાર સુધીમાં 1000થી વધુ જનાવરો પકડ્યા છે. જેમાં સાપ, અજગર, કોબ્રા, રસલ વાઈપર, કીડી ખાઉં, સ્કેલર્દ વાઈપર પણ પકડ્યો હતો. સ્થાનિકો દ્વારા જનાવરોના કોલ મળતા પહોંચીને રેક્યું કરી પકડાયેલા જંગલી જનાવરોને સુરક્ષિત જંગલમાં છોડી મુકવામાં આવે છે. આ કામગીરીમાં વન વિભાગનો પણ સહયોગ મળે છે. બે મહિનામાં આઠ જેટલા અજગર પકડ્યા છે. તો સૌથી વધુ ઝેરી સાપ હિંમતનગર માકડી પાસે એક ઘરમાં બાળકને ડંખ માર્યો હતો તે સાપ પહાડોમાં જોવા મળે તે સ્કેલર્દ વાઈપરને પકડ્યો હતો. આ સાપની પ્રજાતિ પહાડોમાં જોવા મળે છે.
.