Be careful before taking an online loan! | અમદાવાદમાં મોબાઈલ એપથી 3 હજારની લોન લેનારને ન્યૂડ ફોટો વાઈરલ કરવાની ધમકી મળી, વ્યાજ સહિત મૂડી ચૂકવવા બ્લેકમેઈલ કર્યો

Spread the love

અમદાવાદ4 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અમદાવાદમાં રહેનાર એક શખ્સને ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ઊંચા વ્યાજદરની લોન આપી અને તેના ન્યૂડ ફોટોથી તેને બ્લેકમેલ કરી અને ગંદી ગાળો બોલી માનસિક હેરાન કરનાર આરોપીઓને તથા આવા આરોપીઓને સર્વર અને કોલિંગ લાઈન આપનાર આરોપીઓને પકડી પાડ્યા છે.

લોનનાં પૈસા પરત મેળવવા ફરિયાદીને ગાળો અને ધમકી આપી
અમદાવાદનાં આંબાવાડીમાં એક વ્યક્તિએ ‘ટોપ લોન’ નામની મોબાઇલ એપ્લિકેશનમાંથી 3 હજારની લોન લીધી હતી. આ લોન લીધા પછી તેને અવારનવાર ચૂકવણી માટે ફોન કરીને તેના પર માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ લોનની રકમ પરત મેળવવા તેને ગાળો અને ધમકી પણ આપી. આરોપીએ ફરિયાદીનો લોન લેતા સમયનો વેરિફિકેશન ફોટો મોર્ફ કરીને તેને ન્યૂડ ફોટોમાં મૂકીને સગા-વ્હાલાને વ્હોટ્સએપમાં વાઈરલ કરવાની ધમકી પણ આપી.

આરોપીને કોલિંગ તથા સર્વર પૂરું પાડનાર આરોપીઓની ધરપકડ
ફરિયાદી જ્યારે સંપૂર્ણપણે માનસિક ત્રાસથી ત્રસ્ત થયો ત્યારે તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ. પટેલ અને તેમની ટીમના માણસોએ ટેકનિકલ સ્કોડના માણસોની મદદથી ગુનો કરવા ઉપયોગ કરેલ મોબાઈલ નંબરની માહિતી મેળવી તે નંબરનું ટેકનિકલ એનાલિસિસ કરતા કોલિંગ કરનારને સર્વિસ તથા ડેટાનું સર્વર પૂરું પાડનાર પુણે તથા નોઈડા ખાતે હોવાની હકીકત મળી હતી. જેથી પોલીસે પુણે અને નોઈડા ખાતે રૂબરૂ જઈ તપાસ કરતાં કોલિંગ કરનાર આરોપીઓને સર્વર તથા કોલિંગ લાઈન પૂરું પાડનાર વિજયકુમાર અને ગૌરવસિંગની ધરપકડ કરી છે. તેના વિરોધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી ગુનો કરવા ઉપયોગમાં લીધેલ ચાર મોબાઈલ ફોન બે લેપટોપ પણ કબજે કરવામાં આવ્યા છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *