ડાયટમાં કરો આ લોટની રોટલીનું સેવન, વજન અને બીપી રહેશે કંટ્રોલમાં!

Spread the love
  • ક્વિનોઆની 1 રોટલીમાં હોય છે 75 કેલેરી
  • ઘઉંની 1 રોટલીમાં હોય છે 120 કેલેરી
  • ચણાના લોટ અને જુવારના લોટની રોટલી પણ લાભદાયી

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો તમે રોટલી, ભાત અને બ્રેડ જેવા કાર્બોહાઈડ્રેટનું સેવન ઘટાડવાનું વિચારો તે શક્ય છે. જો કે તમે એવું પણ વિચારી શકો છો કે રોજ 1 હેલ્ધી રોટલીને ડાયટમાં સામેલ કરીને પણ વજન ઘટાડવા સહિતના અનેક ફાયદા મેળવી શકો છો. તો જાણો કયા લોટની રોટલીનું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે.

ઓટમીલ, ક્વિનોઆ, ચણાનો લોટ અને જુવારનો લોટ કરશે મદદ

ઓટમીલ

આ વજન ઘટાડવા માટે સૌથી મદદરૂપ થનારા લોટમાંનો એક છે. તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે. તેમાં વજન ઘટાડવામાં મદદ કરનારા અને બીપીને કંટ્રોલમાં રાખનારા તત્વો સામેલ હોય છે. તેમાં વિટામિન, ખનીજ, ફાઈબર અને એન્ટીઓક્સીડન્ટ્સ સૌથી વધારે હોય છે. જે તમને લાભ આપી શકે છે.

ક્વિનોઆ

તેમાં સૌથી વધારે પ્રમાણ ફાઈબરનું હોય છે. તે ફોલેટ, મેગ્નેશિયમ, ઝિંક અને આયર્ન જેવા પોષક તત્વો અને ખનીજનો સારો સોર્સ છે. ક્વિનોઆ જેવા ફાઈબર વાળા પદાર્થો મળત્યાગને ઉત્તેજિત કરીને તમારા પેટમાં સ્વસ્થ બેક્ટેરિયાને વિકસિત કરીને પાચનને સારું કરવામાં મદદ કરે છે. ક્વિનોઆની એક રોટલીમાં 75 કેલેરી હોય છે તો ઘઉંની એક રોટલીમાં 120 કેલેરી હોય છે.

ચણાનો લોટ

ચણાનો લોટ એટલે કે બેસન ઘઉંના લોટનો સારો વિકલ્પ છે કેમકે તેમાં પ્રોટીન અને ફાઈબર વધારે હોય છે. તેમાં કેલેરી ઓછી હોય છે. આ વજન ઘટાડે છે અને સાથે જ એનિમિયાની બીમારીની સારવારમાં પણ મદદ કરે છે કેમકે તેમાં આયર્ન અને ફોલેટ પ્રચુર પ્રમાણમાં હોય છે.

જુવારનો લોટ

જુવારનો લોટ ગ્લૂટેન ફ્રી અને પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિનથી ભરપૂર હોય છે. કહેવાય છે કે તે ખરાબ પાચનવાળા લોકોની મદદ કરે છે. બીપીને કંટ્રોલમાં રાખે છે અને હાર્ટના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જો તમે જુવારની રોટલી ન ખાઈ શકતા હોય તો જુવાર અને ઘઉંનો લોટ મિક્સ કરીને રોટલી બનાવો. તે પણ લાભદાયી રહેશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *