18 railway employees of Vadodara Division were felicitated for their contribution in safe train operation | વડોદરા ડિવિઝનના 18 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા

Spread the love

વડોદરા5 કલાક પેહલા

  • કૉપી લિંક

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહે ડિવિઝનના અઢાર રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાંમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે, અનિચ્છનીય ધટના અટકાવવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કોને-કોને સન્માનિત કરવામાં આવ્યા?
વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર રાજકુમાર અંબીગરે જણાવ્યું હતું કે, લોકો પાયલટ રમેશભાઈ ડી.રાઠોડ, શ્યામ મનોહર, આસિસ્ટન્ટ લોકો પાયલટ જીતેન્દ્ર મીના, સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ આર.કે.છાબડા, સ્ટેશન માસ્તર ભગવાન સહાય મીના, વાય.સી. શર્મા, આર.કે. લાલ, સિનિયર ટ્રેન મેનેજર દીપક ખરે, સિનિયર સેક્શન એન્જિનિયર (કે એન્ડ વે)બલરામ પ્રસાદ ગુપ્તા, સિનિયર ટેકનિશિયન (કે એન્ડ વે) મહેન્દ્ર આઈ. બોરસે, ટેકનિશિયન વિકાસભાઈ પી.નાઈ, વિજય કુમાર પરમાર ,મિતેશ મકવાણા, ટ્રેક મેઈનટેનર અજય કુમાર ચૌધરી, રવિ પ્રકાશ પાસવાન, પંકજ કુમાર કનુભાઈ, ગેટ કીપર રામજી સિંહ, પોઈન્ટ્સમેન સુધાકર યાદવને મેરિટ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આવા કર્મચારીઓ પર ગર્વ છે
ડી.આર.એમ જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, તમામ સન્માનિત રેલવે કર્મચારીઓએ રેલવે સુરક્ષામાં ખામી જણાતા તરત જ યોગ્ય કાર્યવાહી કરીને સંભવિત અણધારી ઘટના અને નુકસાનથી બચાવી લીધા છે. તેમણે આ જાગૃત રેલવે સુરક્ષા રક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા. યાત્રીઓની સલામતીએ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવેકર્મીઓ તેમની ફરજ દરમિયાન સતર્કતા અને તકેદારી સાથે કામ કરે છે, ત્યારે તે અમને સુરક્ષિત ટ્રેનની કામગીરીમાં મદદ કરે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *