Children of different schools of Bharuch district were medically checked up | ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું

Spread the love

ભરૂચએક કલાક પેહલા

  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોનું મેડિકલ ચેકઅપ કરી, ધો.૫ અને ધો.૧૦ ના બાળકોને TD રોગ સામે રક્ષણ આપતી રસી વિનામૂલ્યે મૂકવામાં આવી હતી. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરી જરૂરિયાત મંદ બાળકોને સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ (જેમાં સરકાર શ્રી સાથે સારવાર માટે MOU થયા હોય તેવી હોસ્પિટલ), આયુષ્યમાન કાર્ડ અંતર્ગત વિવિધ જન્મજાત ખામીઓ ધરાવતા જેવી કે હૃદયરોગ, કપાયેલા હોઠ-તાળવા, ક્લબ ફૂટ વગેરે, ઉપરાંત અલગ-અલગ મેડિકલ અને સર્જીકલ સારવાર ફ્રીમાં આપવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય બાળવિકાસ કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા અલગ-અલગ સરકારી શાળા, ખાનગી શાળા, સરકારી આંગણવાડીઓ વગેરેમાં જઈને બાળકોનું હેલ્થ સ્ક્રીનીંગ કરી મેડિકલ તથા સર્જિકલ સારવારની જરૂરિયાત ધરાવતા બાળકોને સંદર્ભ કાર્ડ ભરી આપીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની વિવિધ સરકારી તથા ખાનગી હોસ્પીટલોમાં વિનામૂલ્યે સારવાર કરાવવામાં આવે છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ હેલ્થ ટીમ દ્વારા દરેક સરકારી અને ખાનગી શાળામાં ધોરણ ૫ અને ધોરણ ૧૦ નાં બાળકોને TD ( TETANUS AND DIPTHERIA) ના રોગ સામે રક્ષણ આપતી રસી પણ દરેક બાળકોને વિનામૂલ્યે આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *