નર્મદા (રાજપીપળા)એક કલાક પેહલા
- કૉપી લિંક
તિલકવાડા તાલુકામાં બાઈક પર જતાં યુવાન પર ઝાડ પડતા મોત…
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગેગડીયા ગામ પાસે બાઈક લઈને જતા યુવાન પર ઝાડ પડતા તેનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર શૈલેષ જશવંતભાઇ બારીયા (ઉ.વ. 25, રહે. ગોલાતલાવડી તા.તિલકવાડા જિલ્લો નર્મદા) ગતરોજ સવારે ગેગડીયા નજીકથી બાઇક ઉપર પસાર થતો હતો. તે દરમ્યાન ઝાડ પડતા તેમના માથાના ભાગે ઇજા થતા તેમને અવધુત હોસ્પીટલ વડોદરા ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
SOGએ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનાં જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરફેર/વેચાણની પ્રવૃતિઓને નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી અર્થે સુચના આપતા નાર્કોટીક્સના કેસો શોધી કાઢવા માટે પોલીસ એસ.ઓ.જી શાખા નર્મદાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના માણસોએ ટીમો પાડી બાતમીદારથી બાતમી મેળવી હતી કે સેલંબા ગામે રહેતો એક ઈસમ પોતાના ઘરે ગેરકાયદેસર ગાંજો રાખી તેનું વેચાણ કરે છે.
જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા મહમદ ઈરફાન તેમહમદ મકરાણી રહે. જમાદાર ફળિયું, સેલંબા, તા.સાગબારા, જિ.નર્મદાના પોતાના કબજા ભોગવટાનાં રહેણાંક ઘરમાં વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો કુલ વજન 309 ગ્રામ જેની કિં.રૂ.3090ના તથા સાદો મોબાઈલ કિં.રૂ.500 મળી કુલ કિં.રૂ.3590ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે. જ્યારે શહેનાઝ સાદિક શેખ રહે.ઘડગાવ, જિ.નંદુરબારને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કર્યો છે.