વડોદરા10 મિનિટ પેહલા
- કૉપી લિંક
- શિતળા સાતમના દિવસે મહિલાઓએ માતાજીની પૂજા-અર્ચના કરી
શિતળા સાતમના દિવસે સરસિયા તળાવ ખાતે છેલ્લી 4 પેઢી દ્વારા મહિસાગરની માટીથી શિતળા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પુજા કરવામાં આવી હતી.ઉપરાંત મૂર્તિની ત્યાની મહિલાઓ દ્વારા સમુહમાં પૂજા કરી હતી.
શિતળા સાતમના દિવસે ઠંડુ ખાવાની પ્રથા પણ ચાલતી આવી છે. વિવિધ મંદિરોમાં શીતળા માતાની કથા અને પુજા કરવામાં આવી હતી. તે ઉપરાંત ગામડાઓમાં માટીથી શીતળા માતાની પ્રતીમાં પણ બનાવવામાં આવી પુજા કરાઈ હતી.ે સરસિયા તળાવ ખાતે રહેતા હેમેન્દ્ર પંડિત શીતળા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરાવે છે. તે અંગે હેમેન્દ્ર પાંડે તે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ચાર પેઢીથી શીતળા માંની મૂર્તિ બનાવી તેની સરસિયા તળાવ ખાતે હુ અને મારો પુત્ર વિધિવત રીતે પૂજા કરાવીએ છીએ. અમે મહીસાગરની કાળી માટી લાવી 1 થી 1.5 ફૂટની મૂર્તિ બનાવીયે છે. જે સાતમના ચારથી પાંચ દિવસ પહેલાથી જ અમે મૂર્તિ બનાવવાની તૈયારી શરૂ કરી દઈએ છીએ. એમાં અમને મૂર્તિ બનતા ત્રણ દિવસ લાગે છે, અને ત્યારબાદ તે મૂર્તિને સુકાવી દઈ તેને શણગાર કરીએ છીએ. તેમાં ચુંદડી, મુગટ વગેરેથી અમે મૂર્તિનો શણગાર કરીએ છે.
.