Theft of cash and gold ornaments from the closed house of Vyara, fraud was committed by investing the woman’s money and not returning the money. | વ્યારાના બંધ ઘરમાંથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાંની ચોરી, મહિલાના પૈસા ઈન્વેસ્ટ કરાવી પરત પૈસા નહિં આપી છેતરપિંડી કરાઈ

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • Theft Of Cash And Gold Ornaments From The Closed House Of Vyara, Fraud Was Committed By Investing The Woman’s Money And Not Returning The Money.

તાપી (વ્યારા)21 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વ્યારાના બંધ ઘરમાંથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાંની ચોરી…
વ્યારાના કોલેજ રોડ પરના ઠક્કર ચેમ્બર્સની સામે આવેલ એક બંધ ઘરમાંથી રોકડ રૂપિયા અને સોનાના ઘરેણાંની ચોરી કરી અજાણ્યો ચોર ઈમસ કરાર થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારાનાં કોલેજ રોડ પરના ઠક્કર ચેમ્બર્સની સામે આવેલા સાવન શુક્કરભાઇ ઢોડિયાના ઘરમાંથી ગત તારીખ 14/08/2023ના રોજ ઘરના મુખ્ય દરવાજાને મારલ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી પ્રથમ રૂમમાં મુકેલા કબાટ ખોલી કબાટનું લોકર તોડી લોકરમાં મુકેલ રોકડા રૂપિયા 37,500/- તથા પાછળના રૂમમાં મુકેલ કબાટ ખોલી કબાટના લોકર તોડી લોકરમાંથી એક સોનાનું મંગળસુત્ર જેની કુઈમત રૂપિયા 60,000/- અને એક સોનાની ચેન જેની કિંમત રૂપિયા 20,000/- તેમજ એક સોનાનું બ્રેસલેટ જેની કિંમત રૂપિયા 20,000/- મળી કુલ રૂપિયા 1,00,000/-ની ચોરી કરી હતી. આમ, અજાણ્યા ચોર ઇસમે ઘરમાંથી રોક રૂપિયા અને સોનાનાં ઘરેણાં મળી કુલ રૂપિયા 1,37,500/-ની ચોરી કરી અજાણ્યો ચોર કરાર થઈ જતાં વ્યારા પોલીસ મથકે આજ રોજ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે અજાણ્યા ચોર ઈસમને શોધી કાઢવાની કામગીરી હાથ ધરી હતી.

વ્યારામાં મહિલાનાં પૈસા રોકાણ કરાવી પરત પૈસા નહિં આપતા છેતરપિંડી કરનાર સામે ગુનો દાખલ કરાયો…
વ્યારાનાં મુસા રોડ ખાતેની શ્યામ ડ્રીમ લેન્ડમાં રહેતી મહિલા પ્રિયંકા નયનભાઇ પંચોલીએ ગત તારીખ 16/06/2023થી 08/08/2023 દરમિયાન હીરાકુમાર શર્મા નામના અજાણ્યા ઇસમનાં UPI તથા ગુગલ પે થી રૂપિયા 5,000/- અને પછી રૂપિયા 8,564 તેમજ પાછા રૂપિયા 5,000/- મળી કુલ રૂપિયા 18,564/- COFGRE INVESTMENTમાં પૈસા ઈન્વેસ્ટ કરાવી પૈસા નહિં આપી વિશ્વાતઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યો હતો. બનાવ અંગે પ્રિયંકાબેન પંચોલીએ વ્યારા પોલીસ મથકે આજરોજ હીરાકુમાર શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *