- Gujarati News
- Local
- Gujarat
- Amreli
- After Issuing Notices To More Than 350 Pressurers In Rajula, The System Took Action From Today, Tight Police Arrangement Was Made.
અમરેલી38 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લા કેટલાક સમયથી અમરેલી જીલ્લાના વિવિધ તાલુકા મથક શહેરોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સૌ પ્રથમ સાવરકુંડલા, ધારી અને અમરેલી બાદ આજે રાજુલા શહેરમાં તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતુ. રાજુલા શહેરના ભેરાઇ રોડ, ડુંગર રોડ, છતડીયા રોડ, મહુવા રોડ તેમજ જાફરાબાદ રોડ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવી સવારે થી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરમાં પાલિકા દ્વારા 350 થી વધુ ગેરકાયદે દબાણો દુર કરવા માટે અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી. જેના અનુસંધાને મોટાભાગના ગેરકાયદે દબાણો સ્વેચ્છિક દુર કરવામાં આવ્યા હતા. બાકી રહેલા દબાણો પર આજે સવારથી જ બુલડોઝર ફરી વળ્યુ હતું. જેમાં છાપરા,બોર્ડ ઓટલા પગથિયાં જેવા દબાણ હટાવાય રહ્યા છે. ઉપરાંત જાહેર માર્ગો ખુલા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે આજે ગેરકાયદેસર દબાણ સીધા હટાવાય રહ્યા છે ડી.વાય.એસ.પી.સહિત પોલીસ અધિકારીઓ પ્રાંત અધિકારીઓ મામલતદાર ચીફ ઓફિસર સહિત અલગ અલગ વિભાગની ટીમો જોડાઈ રહ્યા છે.
રાજુલા શહેરમાં ડીમોલીશન કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 200થી વધુ પોલીસકર્મીઓ તેમજ અધિકારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. હાલ રાજુલા શહેરમાં શાંતિપૂર્ણ રીતે ડિમોલીશન કામગીરી ચાલી રહી છે અને સાંજ સુધીમાં મોટાભાગના તમામ દબાણો દૂર કરવામાં આવશે.
રાજુલા નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર એચ.કે.બોરડએ કહ્યું અઠવાડિયા પહેલા અમે નોટિસો આપી હતી આજે મેગા ડીમોલેશનની કામગીરી શરૂ કરી છે. લગભગ 400 જેટલા કેબીનો સ્વૈચ્છિક રીતે હટી ગયા છે જેથી કોઈ નુકસાન નથી થયુ હાલમાં જાહેર માર્ગો ઉપર રહેલા છપરા ઓટલા બધું હટાવી રહ્યા છે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ડીમોલીશન ચાલી રહ્યું છે.