પાટણ29 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ જિલ્લામાં શ્રાવણીયા જુગારની ધુમ મચી છે ત્યારે પોલીસે આજે હારીજ તાલુકાનાં રસુલપુરા (ગાલ્લા) ગામે ઘર આગળ તિનપત્તીનો જુગાર રમી રહેલા છ પૈકી પાંચ શખ્સોને રૂા.12700ની રોકડ અને રૂા. પાંચ હજારનો એક ફોન મળી કુલ રૂા.17700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક નાસી ગયો હતો. આ ઉપરાંત હારીજનાં ગંજબજારનાં ઝાંપા પાસે અલગ અલગ ગ્રાહકોનાં શ્રીદેવી ઓપન (એસ.એ.) આંક પૈસાથી લખી વરલી મટકાનો જુગર રમાડી રહેલા એક શખ્સને રૂા.11400ની રોકડ સાથે ઝડપી લીધો હતો.
આ ઉપરાંત સાંતલપુર તાલુકાનાં બરારા ગામે ક્રિકેટનાં મેદાન તરફ જતી શેરીમાંથી પાંચ શખ્સો રૂ26600ની મતા સાથે ઝડપાયા હતાં. આ ઉપરાંત વાગડોદ તાલુકાનાં મોરપા ગામે મોરપાથી રખાવ જતા રોડની બાજુમાં આવેલ તળાવમાં બાવળોની ઝાડીમાં જુગાર રમી રહેલા 9 શખ્સો રૂ 5800ની મતા સાથે ઝડપાયા હતાં.
આ ઉપરાંત પાટણ શહેરનાં રામનગરમાં ભેમોસણનાં પરામાં એક ઘર આગળથી જુગાર રમી રહેલા નવ શખ્સો રૂા.18780 ની રોકડ અને રૂા. 20 હજારના છ ફોન મળી કુલે રૂા. 38780ની મતા સાથે ઝડપાયા હતા. આ ઉપરાંત પાટણનાં રામનગરનાં સદારામ એસ્ટેટ ગોડાઉનની પાછળ ખુલ્લી જગ્યામાંથી ત્રણ શખ્સો રૂ 10600ની મતા સાથે ઝડપાયા હતાં. જ્યારે સરસ્વતિ તાલુકાનાં ભાટસણ ગામે તળાવની પાળ ઉપર આવેલ વેરાઇ મંદિર નજીક બાવળ નીચેથી ત્રણ શખ્સો રૂ 1180 સાથે પકડાયા હતાં.
શંખેશ્વર તાલકુાનાં ગણેશપુરા ગામે એક રહેણાંક ઘર આગળ જુગાર રમતા 10 શખ્સો રૂ 16780 ની રોકડ અને રૂા. 3500નાં 4 ફોન મળી કુલે રૂ 20280ની મતા સાથે ઝડપાયા હતા. સરસ્વતિ તાલુકાનાં જામઠા ગામે સાત શખ્સો રૂ 54690 સાથે પકડાયા હતા. સિધ્ધપુર તાલુકાનાં મેળોજ ગામે ચાર શખ્સો રૂા. 2650 સાથે પકડાયા હતાં. જ્યારે હારીજનાં ખેમાસર વિસ્તારમાં છ શખ્સો રૂ।. 21200ની મતા સાથે ઝડપાયા હતાં.