વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
માંજલપુર પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
વડોદરા શહેરમાં લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ડાયરેક્ટરના નામે વિદેશમાં કેનેડા અને આયર્લેન્ડ માટે વર્ક પરમિટ વિઝા અપાવવાનો પાકો ભરોશો અને વિશ્વાસ આપી છેતરપિંડી આચારી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં ત્રણ ઈસમો સામે નોંધાઇ છે. આ ફરિયાદમાં વિઝા આપવા તેઓએ વર્ક પરમિટ વિઝાની પ્રોસેસિંગ ફી પેટે અલગ-અલગ તારીખ અને સમયે એડવાન્સ રૂપિયા મેળવી, એગ્રીમેન્ટ કરી આપી વર્ક પરમિટ ન મળે તો પૈસા પાછા આપવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં વર્ક પરમિટ કે પૈસા પાછા ન આપતા આ અંગે માંજલપુર પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રોસેસિંગ ફી 3 લાખ નક્કી કરી
આ અંગે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખોડીયારનગર વૈકુંઠ 2માં રહેતા અને શિક્ષક તરીકે નોકરીનો વ્યવસાય કરતા તુષારગીર હરીશગીર ગોસાઇએ નોંધાવેલ ફરિયાદ મુજબ, લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ડાયરેક્ટરના નામે 1. કૃણાલ દિલિપરાવ નિકમ (રહે.પરમપાર્ક સોસાયટી, માંજલપુર, વડોદરા), 2. આશિષભાઈ ગવલી (રહે, શંકરવાડી, નવાયાર્ડ રોડ વડોદરા), 3. વિકાસ તુંલસીદાસ પટેલ (રહે,દંતેશ્વર, તરસાલી રોડ વડોદરા) ભેગા મળી ફરિયાદી સાથે અન્ય સાહેદોને વિદેશમાં કેનેડા આયરલેન્ડ ખાતે વર્ક પરમિટ વિઝા અપાવવાનો પાકો ભરોશો અને વિશ્વાસ આપ્યો હતો. તેઓએ વર્ક પરમિટ વિઝાની પ્રોસેસીંગ ફી પેટે અલગ-અલગ તારીખ અને સમયે એડવાન્સ રૂપિયા મેળવી, એગ્રીમેન્ટ કરી આપી આપ્યો હતો.
ત્રણે ઈસમો સામે ફરિયાદ નોંધાવી
છતાં વર્ક પરમિટ ન મળે તો આપેલ તમામ રૂપિયા પરત આપવાનું જણાવી, ઘણો સમય વીત્યો હોવા છતાં લીમીયા સર્ટી કે વર્ક પરમિટ વિઝા આપ્યા નહિ. તેમજ ફરિયાદી અને અન્ય ભોગ બનનારોએ આપેલ પૈસા પણ આ ત્રણેય જણાએ આજદિન સુધી પરત આપયા નહોતા. ખોટા વાયદાઓ આપી, ગલ્લા કરી લાંબો સમય થયો હોવા છતાં પરત ન કરતા છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરતા ત્રણે ઈસમો સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ત્રણે ઈસમો નજીકના સમયમાં વિદેશ ભાગવાની ફિરાકમાં હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
60 દિવસમાં પૈસા પરત કરવાની વાત કરી
વધુમાં કેનેડા ખાતે વર્ક પરમિટ માટે જવુ હોવાથી 26/05/21ના રોજ લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ઓફિસ (ઓફિસ નં-313,318 થર્ડ ફ્લોર, સફલ એરાઇઝ, દીપ ચેમ્બર્સ, માંજલપુર) આવેલ તે ઓફિસ પર જઈ મેં કેનેડાના વર્ક પરમિટ વઝાની ઇન્કવાયરી માટે ત્યાં હાજર આશિષભાઈ ગવલીને મળેલ અને તેઓ સાથે વાતચીત કરતાં, તેઓએ મને કેનેડા વર્ક પરમી ટની પ્રોસેસિંગ ફી પેટે 3 લાખ રૂપિયા આપવા પડશે અને વર્ક પરમિટ ન મળે તો 60 દિવસમાં તમામ પૈસા પરત આપીશ તેમ જણાવ્યું હતું. આ પૈસામાં એક લાખ રૂપિયા એડવાન્સમાં આપવાના થશે અને બાકીના બે લાખ કેનેડા જઇ નોકરી લાગી ગયા પછી નોકરીમાંથી આપવાના થશે, તેવું કહી વિશ્વાસ કેળવ્યો હતો.
અન્ય ત્રણ સાથે પણ છેતરપિંડી
આ બાબત બાદ લક્ષ કન્સલ્ટન્સીની ઓફિસ પર જઈને હું ઇન્ટરવ્યું પાસ પણ થયેલ છતાં મને વિઝા મળ્યા નથી. અવારનવાર આ ઓફિસ પર જઇ ધક્કા ખાધા અને આ સાથે ત્રણે ઈસમોએ મારી તથા અન્ય ત્રણ વ્યક્તિ સાથે પણ કેનેડાના અને આયર્લેન્ડ વર્ક પરમિટ મેળવવા ત્યાં આવતા હતા. આ તમામ સાથે પણ મારી જેમ છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાથી તેઓ પણ મારી સાથે ફરિયાદ માટે આવી આ ત્રણે ઈસમો સામે કાર્યવાહી થાય તે માટે ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. આ ફરિયાદના આધારે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
.